માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના ખેવારીયા ગામે વાડીની ઓરડીમાં જુગારની રેડ પડતાં નાસભાગ: 2 શખ્સ પકડાયા, 4 નાસી ગયા


SHARE

















મોરબીના ખેવારીયા ગામે વાડીની ઓરડીમાં જુગારની રેડ પડતાં નાસભાગ: 2 શખ્સ પકડાયા, 4 નાસી ગયા

મોરબીના ખેવારીયા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતાઓની હકીકત મળી હતી જેના આધારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા શખસોમાં નાસભાગ મચી ગઈ હતી જો કે, પોલીસે બે શખ્સની 32,400 ની રોકડ સાથે ધરપકડ કરેલ છે અને નાસી છૂટેલા ચાર શખ્સો સહિત કુલ છ સામે ગુનો નોંધીને પોલીસે બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખેવારીયા ગામ નજીક આવેલ દિલીપભાઈની વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાની પેરોલ ફર્લો સ્કવોડની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી જો કે, પોલીસે મહેશગર રેવાગર ગોસાઈ (55) રહે. ખેવારીયા તથા દિનેશભાઈ શાંતિલાલ વિઠલાપરા (52) રહે. સરવડ વાળાની 30,400 રૂપિયાની રોકડ સાથે ધરપકડ કરી હતી અને રેડ દરમિયાન નાસી ગયેલા દેવાયતભાઈ આહિર રહે. મેઘપર તાલુકો માળીયા, કરમશીભાઈ ઉર્ફે કાળુભાઈ ઓડિયા રહે. મોરબી, અરવિંદભાઈ ગઢીયા અને મુકેશભાઈ પટેલ રહે. બંને ભાવપર તાલુકો માળીયા વાળાના નામ સામે આવ્યા છે જેથી હાલમાં તમામની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને નાસી ગયેલા ચાર શખ્સોને પકડવા માટે તજવી શરૂ કરે છે

વરલી જુગાર

મોરબીના વાંકાનેર દરવાજા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કિસાન ઉર્ફે અજય રમેશભાઈ ગોહેલ (29) રહે. શ્રદ્ધા પાર્ક નવલખી રોડ મોરબી વાળો આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 2200 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.




Latest News