મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા


SHARE

















મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા

મોરબીના નવા બસ સ્ટેશનના પ્લેટફોર્મ પાસે વિદ્યાર્થિની એસટીમાં બેસવા માટે જતી હતી ત્યારે બસના ચાલકે તેને હડફેટ લીધી હતી અને વિદ્યાર્થિનીના ડાબા પગના અંગૂઠા ઉપર તથા આંગળીઓ ઉપર બસનું વ્હીલ ફેરવી દીધું હતું જેથી તેને અંગુઠામાં ફ્રેક્ચર અને બે આંગળીના નખ નીકળી ગયા હતા જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં ઇજા પામેલ વિદ્યાર્થિનીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એસટી બસના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા ગૌતમભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ (38)મોરબી-ખેતરડી રૂટની એસટી બસના નંબર જીજે 18 ઝેડ 5451 ના ચાલક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેમની દીકરી નેહા ગૌતમભાઈ ચૌહાણ (17) મોરબીમાં નવા બસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ કન્યા છાત્રાલય ખાતે ધો. 12 માં અભ્યાસ કરે છે અને તે શાળાએથી છૂટીને પોતાના ઘર તરફ જવા માટે થઈને નવા બસ સ્ટેશન ખાતે આવી હતી અને ત્યાં બસમાં ચડવા જતી હતી ત્યારે બસના ડ્રાઇવર દ્વારા તેને હડફેટ લેવામાં આવી હતી અને નેહાના ડાબા પગના અંગૂઠા અને આંગળી ઉપરથી બસનું ટાયર ફરી ગયું હતું જેથી તેને અંગુઠામાં ફ્રેકચર અને બે આંગળીઓમાંથી નખ નીકળી ગયેલ છે જેથી ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ઇજા પામેલ વિદ્યાર્થિનીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ઝેરી જનાવર કરડી ગયું

મોરબીમાં રેલ્વે સ્ટેશન પાસે ગોડાઉન યાર્ડ પાછળના ભાગમાં રહેતા મુલાયમભાઈ મહેન્દ્રભાઈ નિશાદ (25) નામના યુવાનને કન્ટેનર યાર્ડ પાસે ઝેરી જનાવર કરડી જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News