મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

શહેનશાહે મોરબી હજરત કુતુબ બાવા અહેમદશા (ર.અ.) મુબારક ના ઉર્ષ મુબારક ની તડામાર તૈયારીઓ મુસ્લિમ બિરાદરોમાં અનેરો થનગનાટ


SHARE









શહેનશાહે મોરબી હજરત કુતુબ બાવા અહેમદશા (ર.અ.) મુબારક ના ઉર્ષ મુબારક ની તડામાર તૈયારીઓ મુસ્લિમ બિરાદરોમાં અનેરો થનગનાટ

દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષ પણ હજરત કુતુબ બાવા અહેમદ શાહ સરકારનો ઉર્ષ મુબારક ધામધુમથી ઉજવવા આયોજન કરેલ છે.તા.૨૯-૭ ને મંગળવાર અને મુસ્લિમ ચાંદ (૩) ત્રણ સફરના રોજ ઉર્ષ મુબારક ઉજવવામાં આવશે.જેમાં સાંજે ચાર વાગ્યે શહેજાદાએ મદની સરકાર તથા તમામ એહલેબેત સાથે તમામ આશિકાને બાવા અહેમદશાહની હાજરીમાં સંદલ પોશી કરવામાં આવશે.

ત્યારબાદ સાંજે પાંચ વાગ્યે આમ ન્યાજ (મહાપ્રસાદ) નું પણ આયોજન કરેલ છે.ન્યાજ શરીફમાં ભાઈઓ માટે બાવા એહમદશાહ દરગાહ મેદાનમાં અને બહેનો માટે અલગથી મેમણ સમાજના જમાત ખાના મેમણ શેરીની બાજુમાં આયોજન રાખવામાં આવેલ છે.સાથે સાથે રાત્રે ૧૦ વાગ્યે પીરે તરીકત એહમદપિયા કાદરીયુલ જીલાની નો વાઈજ શરિફનો નૂરાની જલસો રાખવામાં આવેલ છે.વાઈજ શરીફ પહેલા બાવા અહેમદશા મસ્જિદના પેસ ઈમામ નજીરમિયા બાપુ બુખારી તથા બાવા અહેમદશા મસ્જિદના નાયબ પેસ ઈમામ સૈયદ રીયાકત અલી બાપુ  પોતાની જોશીલી જુબાનથી નાત શરીફ પેસ કરશે.જેથી આ મુબારક મોકા ઉપર તસરીફ લાવવા તમામને આશિકાએ બાવા એહમદશાહ ગ્રુપ અને બાવા એહમદશા મસ્જિદ દરગાહના ટ્રસ્ટીઓ તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવે છે.




Latest News