ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક કારખાનેદારે ચાર ભાગીદાર તેમજ મહિલા સહિત 6 લોકોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને કર્યો આપઘાત: સુસાઇટ નોટના આધારે ગુનો નોંધાયો


SHARE













મોરબી રહેતા કારખાનેદારની જાણ બહાર તેના ભાગીદારોએ તેના નામે ઉઘરમાં માલની ખરીદી કરી હતી જેથી કરીને યુવાને તેના ભાગીદારો પાસેથી ધંધાના દેણાના રૂપીયા 4.30 કરોડ માંગતા હતા તેને ધમકી આપવામાં આવતી હતી. અને તે યુવાનને અમદાવાદની એક મહિલા સાથે પ્રેમ સબંધ હોય તેને બે વ્યક્તિ દ્વારા ઇમોશનલ બ્લેક મેઇલ કરીને ધમકી આપવામાં આવી હતી અને તેની પાસેથી પૈસા પડાવીને માનસીક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો જેથી યુવાને ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેની મોત નીપજયું હતું જો કે, મૃતકે સુસાઇટ નોટ લખી હતી જેમાં તેના ચાર ભાગીદાર તેમજ મહિલા સહિત 6 લોકોના નામ જોગ ઉલ્લેખ કર્યો છે તેના આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

ટંકારા તાલુકાનાં ઉમિયાનગર ગામે રહેતા પ્રકાશભાઇ કુંવરજીભાઈ ભાડજા (42) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અમીતભાઈ વશરામભાઇ ચારોલા, ભાવેશભાઇ બાબુભાઇ વીડજા, બીપીનભાઈ મનસુખભાઈ દેત્રોજા, મનોજભાઇ હરખાભાઇ સાણંદીયા રહે.બગથળા, અમદાવાદની એક મહિલા અને અર્ચીતભાઇ મહેતા રહે. ગાંધીનગર ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીના બનેવી અને સાળા અશોકભાઇ નાનજીભાઈ પાડલિયા (42) રહે. લક્ષ્મીનાયારણ સોસાયટી એકતા પેલેસ-એ ફ્લેટ નં.201 ગોલ્ડન માર્કેટ પાછળ રવાપર વાળાને ગઇકાલે ઝેરી દવા પી લેતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું જો કે, તેની ફરિયાદીના સાળાએ લખધીરપૂર રોડ ઉપર આવેલ ગ્લેર સીરામીક નામના કારખાના ધંધાકીય રીતે આરોપી અમીતભાઈ વશરામભાઇ ચારોલા, ભાવેશભાઇ બાબુભાઇ વીડજા, બીપીનભાઈ મનસુખભાઈ દેત્રોજા, મનોજભાઇ હરખાભાઇ સાણંદીયા સાથે ભાગીદારી કરી હતી અને કારખાનું શરૂ કર્યું હતું જેમાં રો-મટિરિયલ્સની ખરીદીનું કામ અશોકભાઇ સંભાળતા હતા અને હિસાબ બીપીનભાઈ રાખતા હતા જો કે, ધંધામાં ખોટ ગઈ હતી જેથી ચારેય ભાગીદારના કહેવાથી ફરિયાદીના સાળાએ રૂપિયાની વ્યવસ્થા કરી હતી જો કે, કોરોના સમયે અશોકભાઈના પિતાનું અવસાન થયું હતું જેથી તે કારખાને ગયા ન હતા અને ત્યારે બાકીના ચારેય ભાગીદારોએ તેના નામે ઉઘારમાં માલ માંગવીને ટાઇલ્સનુ ઉત્પાદન અને બહારથી મગાવેલ રો-મટીરીયલ વેચી નાખ્યું છે. અને ફરિયાદીના સાળા ભાગીદારો પાસેથી ધંધાના દેણાના રૂપીયા 4.30 કરોડ માંગતા હતા જેથી તેઓને તેના ભાગીદારો ધાક ધમકી આપતા હતા અને અમદાવાદની મહિલા આરોપી સાથે ફરિયાદીના મૃતક સાળા અશોકભાઇને પ્રેમ સબંધ હોય જેનો ફાયદો ઉઠાવીને તે મહિલા અને અર્ચીતભાઇ મહેતા રહે. ગાંધીનગર વાળાએ ભેગા મળી ફરિયાદીના સાળાને ઇમોશનલ બ્લેક મેઇલ કરીને ધમકી આપી હતી અને તેની પાસેથી પૈસા પડાવીને માનસીક ત્રાસ આપ્યો હતો અને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી હતી જેથી ફરિયાદીના સાળાને માનસીક ત્રાસ અને ધમકી આપીને મરવા માટે મજબુર કરતા તેણે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જો કે, મૃતક યુવાને એક સુસાઇટ નોટ લખી હતી જેમાં તમામ આરોપીઓના નામનો ઉલ્લેખ કર્યો છે જેથી તેના આધારે હાલમાં મૃતકના બનેવીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ભારતીય ન્યાય સંહીતા-2023 ની કલમ- 108, 351 (2), 54 મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News