ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી, રૈન બસેરામાં રહેતા લોકોને ભોજનપ્રસાદ


SHARE













મોરબીના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી, રૈન બસેરામાં રહેતા લોકોને ભોજનપ્રસાદ

મોરબીના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ માર્કેટિંગ યાર્ડની સામે આવેલા મંદિરે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવજીને સુંદર ફૂલોથી શણગાર અને ભવ્ય દીપમાળા ત્રિવેદી એસોસિએટ્સ પરિવાર અને સદગુરુ ફ્લાવર્સ ભૂરાભાઈના સૌજન્યથી પ્રખ્યાત ભાવિક ગજ્જર થકી પ્રખ્યાત કોહીનુર બેન્ડ સુરાવલી સંગીતના તાલે મહાદેવજીની ભવ્યાતિભવ્ય મહા આરતીનું આયોજન  કરવામાં આવ્યું હતું.આ તકે ભાજપ શહેર મહામંત્રી ભાવેશભાઈ કંજારીયા અને ભુપતભાઇ જારીયા, આરતીબેન રત્નાણી, જયશ્રીબેન વાઘેલા,મહંત પ્રવીણગીરી મહારાજ વિગેરે હાજર રહ્યા હતા.

જયારે જયશ્રી માનવસેવા ટ્રસ્ટના હસ્તે શ્રાવણ મહિનાના સોમવારે ત્રિવેદી એસોસિએટ્સ અને સદગુરુ ફ્લાવરના સહયોગથી રેલવે સ્ટેશનની સામે આવેલ નંદકુંવરબા આશ્રયગૃહ રૈન બસેરામાં રહેતા લોકોને પાવભાજી ખવડાવવમાં આવી હતી.જેમાં ટ્રસ્ટના પ્રમુખ જયશ્રીબેન વાઘેલા, ઉપપ્રમુખ કપિલભાઈ રાઠોડ, ગૌતમભાઈ રાઠોડ,  તેમજ ચારે ચાર સોમવારના દાતા હિમેન્દ્રભાઈ ત્રિવેદી, ક્રિષ્નાબેન ત્રિવેદી, તેમજ સિદ્ધએશ્વર મંદિરના મહંત પ્રવિનગીરી, રીટાબેન તેમજ રૈન બસેરાના મેનેજર પરેશભાઈ ત્રિવેદી, સિનિયર કેરટેકર અસ્મિતાબેન ગોસ્વામી હાજર રહ્યા હતા.કોઈપણની લગ્નતિથી, જન્મતિથિ, શ્રદ્ધાંજલિ કે અમાસ, પૂનમ કે શ્રાવણ કે પરસોતમ મહિનામાં દાન સહયોગ આપવા માટે જયશ્રીબેન વાઘેલા (મો.૭૦૧૬૭ ૦૭૦૨૦) નો સંપક્ક કરવા જણાવાયેલ છે.






Latest News