ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર ચોકડી નજીક રોડ ક્રોસ કરતાં આધેડને બાઇક ચાલકે હડફેટે લેતા પગ, કમર અને ગોળામાં ફેક્ચર


SHARE













મોરબીની ત્રાજપર ચોકડી નજીક રોડ ક્રોસ કરતાં આધેડને બાઇક ચાલકે હડફેટે લેતા પગ, કમર અને ગોળામાં ફેક્ચર

મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ ગુરુકૃપા હોટલ નજીકથી ચાલીને પસાર થઈ રહેલ આધેડને બાઈક ચાલકે હડફેટે લીધા હતા જેથી તેઓને બંને પગ, કમર અને ગોળામાં ફેક્ચર જેવી ગંભીર ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ ઇજાગ્રસ્ત આધેના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીમાં વીસીફાટક પાસે અમરેલી રોડ ઉપર રહેતા જયદીપભાઇ દિનેશભાઈ ઝંઝવાડીયા (26) બાઈક નંબર જીજે 36 એજી 3218 ના ચાલક સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબીમાં ત્રાજપર ચોકડીથી ગુરુકૃપા હોટલ વચ્ચે તેઓના પિતા દિનેશભાઈ કાનાભાઈ ઝંઝવાડીયા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન બાઇક ચાલકે તેઓને હડફેટે લેતા બંને પગ, કમર અને ગોળામાં ફેક્ચર જેવી ઈજા થઈ હોવાથી તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ઇજાગ્રસ્ત આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મારામારીમાં ઇજા

મોરબીના કુલીનગર-1 માં રહેતા ફરીદાબેન સલીમભાઈ માણેક (35) નામના મહિલાને સાહિલ, રમજાન, રોશનીબેન અને રફિકભાઈએ ઈંટ વડે માર મારતા ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા જ્યારે મારામારીના આ બનાવમાં સામાપક્ષેથી રોશનીબેન રમજાનભાઈ માણેક (40) રહે. કુલીનગર વીસીપરા મોરબી વાળાને ઇજા થઈ હોવાથી તેને પણ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News