ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

વાંકાનેરની મહિલાએ કેન્સરની બીમારીથી કંટાળીને તળાવમાં પડીને કર્યો આપઘાત


SHARE













વાંકાનેરની મહિલાએ કેન્સરની બીમારીથી કંટાળીને તળાવમાં પડીને કર્યો આપઘાત

વાંકાનેરમાં આવેલ નંદવાણા શેરી પ્લે હાઉસની બાજુમાં રહેતી મહિલાને કેન્સરની બીમારી હોય પોતાની બીમારીથી કંટાળી જઈને ગઈકાલે સવારે ઘરે કોઈને કશું જ કહ્યા વગર તે મહિલા નીકળી ગઈ હતી અને ત્યાર બાદ તિથવા ગામ પાસે વડસલ તળાવમાં પોતે પોતાની જાતે પડીને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેને પીએમ માટે વાંકાનેરની સરકાર હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસો બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરની નંદવાણા શેરીમાં પ્લે હાઉસની બાજુમાં રહેતા મીનાબેન રમેશભાઈ મઢવી (50) નામના મહિલાએ તીથવા ગામ પાસે આવેલ વડસલ તળાવમાં પોતે પોતાની જાતે પડીને આપઘાત કરી લીધો હતો જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તે મહિલાનું મોત નીપજ્યું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક મહિલાને કેન્સરની બીમારી હોય પોતાની બીમારીથી કંટાળી જઈને ગઈકાલે વહેલી સવારે તે પોતાના ઘરે કોઈને કશું કર્યા વગર પોતાની જાતે નીકળી ગઇ હતી અને ત્યારબાદ તેણે વડસતળાવમાં પોતે પોતાની જાતે પડીને આપઘાત કરી લીધો હતો જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઇજાગ્રસ્ત સારવારમાં

ડુંગરપુર ગામે રહેતા કાંતિભાઈ પ્રભુભાઈ પાટડીયા (50) નામના આધેડ ટિંબડી ગામ પાસે ટ્રકમાંથી પડી જતા તેઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

જનાવર કરડી ગયું

મોરબીના ઝીકિયારી ગામે રહેતા કાંતિભાઈ છગનભાઈ સોલંકી (52) નામના આધેડ ઘરે હતા ત્યારે કોઈ જનાવર કરડી જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News