ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને યુવાને જીવનનો અંત આણ્યો : બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી


SHARE













મોરબીના મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી

મોરબીના બાપાસ રોડ ઉપર આવેલ જૂની આરટીઓ ઓફિસ પાસે પુલ ઉપરથી મચ્છુ-3 ડેમના પાણીમાં યુવાને ઝંપલાવ્યું હતું જેથી પાણીમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા નિલેશભાઈ નરસીભાઈ મેવા (41) નામના યુવાનને મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ જૂની આરટીઓ કચેરી પાસે મચ્છુ-3 ડેમ ઉપરના પુલ ઉપરથી ડેમના પાણીમાં ઝંપલાવી દીધું હતું અને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને  આ બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.  જોકે, યુવાને ક્યાં કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે અને આ બનાવના લીધે બે દીકરીઓએ તેના પિતાની છત્રછાયા ગુમાવેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ મધર ટેરેસાના આશ્રમ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોઇનુદ્દીન ગુલામશબ્બીર માલાણી અને જેતુનબેન માલાણીને ઈજાઓ થઈ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તે બંનેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News