ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણેશજીનું પાંચ દિવસ શ્રદ્ધાથી પૂજન-અર્ચન કરીને કર્યું વિસર્જન


SHARE













મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણેશજીનું પાંચ દિવસ શ્રદ્ધાથી પૂજન-અર્ચન કરીને કર્યું વિસર્જન

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણપતિનું સ્થાપના કરીને પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું હતું અને જુદાજુદા અનેકવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૮ જેટલા વિધાર્થીઓએ અને કોલેજના પ્રાધ્યાપકોએ ધોતી-કુર્તામાં ગણપતિ મહારાજની આરતી ઉતારી હતી તેમજ ચિત્રા ધૂન મંડળના સહયોગથી ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સત્યનારાયણ કથા, ગણપતિ મહારાજને ૫૬ ભોગ વિગેરે જેવા કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ, વાલીઓ સહિતના આમંત્રિત મહેમાનો પણ જોડાયા હતા. અને ગણેશ મહોત્સવ અંતર્ગત પાચમાં દિવસે સવારે આરતી બાદ કોલેજના વિધાર્થી અને પ્રાધ્યાપકો દ્વારા ઢોલ નગારા સાથે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અને કોલેજના પ્રમુખ દેવકરણભાઈ  આદ્રોજા, મેનેજીંગ ટ્રસ્ટી જતીનભાઈ આદ્રોજાના માર્ગદર્શન તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તેમજ કોલેજના પ્રાધ્યાપકો દ્વારા કોલેજના વિદ્યાથીઓને આ અવિસ્મરણીય ઉત્સવ માટે સતત સહયોગ આપવામાં આવેલ હતો.






Latest News