ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે કૈલા પરિવારના સહયોગથી યોજાશે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ


SHARE













મોરબી જલારામ મંદિરે કૈલા પરિવારના સહયોગથી યોજાશે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ

મોરબી જલારામ ધામ ખાતે આગામી ૪ તારીખે ધુંટું ગામ ના સ્વ.રણછોડભાઈ જીવરાજભાઈ કૈલા તથા સ્વ.લક્ષ્મીબેન રણછોડભાઈ કૈલા પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે અને અત્યાર સુધીમાં યોજાયેલ કેમ્પનો ૧૩૫૦૩ લોકોએ લાભ લીધો છે અને ૬૧૩૪ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા છે.

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪-૯-૨૦૨૫ ગુરુવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન ઘુંટું ગામ ના સ્વ.રણછોડભાઈ જીવરાજભાઈ કૈલા તથા સ્વ.લક્ષ્મીબેન રણછોડભાઈ કૈલા પરિવારના સહયોગથી કેમ્પ યોજાશે. જેમા રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ,ડો.સુદામા, હેમુભાઈ પરમાર,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. આ કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. અને વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી (૯૮૨૫૦૮૨૪૬૮), નિર્મિતભાઈ કક્કડ (૯૯૯૮૮૮૦૫૮૮), હરીશભાઈ રાજા (૯૮૭૯૨૧૮૪૧૫), અનિલભાઈ સોમૈયા (૮૫૧૧૦૬૦૦૬૬)નો સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે.






Latest News