મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલમાં 12 કોમર્સ પછીનું ભવિષ્ય તે અંગે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો


SHARE







મોરબીની નીલકંઠ સ્કૂલમાં 12 કોમર્સ પછીનું ભવિષ્ય તે અંગે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

મોરબીના રવાપર રોડે આવેલ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધો. 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે રાજકોટના ડો. ધવલ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

આ સેમિનારમાં ધો. 12 ના વિદ્યાર્થીઓને વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ખાસ કરીને CA, CS, LLB, MBA અને ઉદ્યોગ સાહસિકતાના વિકાસ વિશેની માહિતી, તેમજ ભારતની શ્રેષ્ઠ મેનેજમેંટ કોલેજ IIM માં ધો. 12 પછી પ્રવેશ મેળવવા IPMAT અને JIPMAT પ્રવેશ પરીક્ષા વિશેની પણ માહિતી આપવામાં આવી હતી. ભવિષ્યના ઉજ્જવલ ક્ષેત્રો એઆઇ, ડિજિટલ માર્કેટિંગ અને ડેટા એનાલિસીસ વગેરે વિશે સરળ અને સ્પષ્ટ ભાષામાં વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યા હતા. આ સેમિનારથી કોમર્સના વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થયો હતો અને અંતમાં નીલકંઠ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી જીતભાઈ વડસોલાએ ડો. ધવલ વ્યાસને મોમેન્ટો અર્પણ કર્યો હતો અને કોમર્સના વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી તથા જ્ઞાનવર્ધક માહિતી આપવા માટે તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News