મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સમય મર્યાદામાં રોડ રસ્તાના સમારકામના કામો પૂર્ણ કરવામાં આવે તે જરૂરી: પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા


SHARE











મોરબી જીલ્લામાં સમય મર્યાદામાં રોડ રસ્તાના સમારકામના કામો પૂર્ણ કરવામાં આવે તે જરૂરી: પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા

મોરબી જિલ્લા પ્રભારી મંત્રી તથા ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ કલેક્ટર કચેરી મોરબી ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અને ત્યારે પ્રભારી મંત્રીએ જીલ્લામાં સમય મર્યાદામાં રોડ રસ્તાના સમારકામના કામો પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે તેવી ટકોર કરી હતી.

પ્રભારી મંત્રીએ આ બેઠકમાં મોરબી જિલ્લાની તમામ વિગતો મેળવીને કહ્યું હતું કે, મોરબી ઉદ્યોગ, કૃષિ, શિક્ષણ અને સામાજિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો જિલ્લો છે. જિલ્લાની પરિસ્થિતિ જોઈએ તો મોરબી 'મોર્ડન ડિસ્ટ્રિક્ટ' બની શકે તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે ત્યારે સૌ મળી આ દિશામાં સંયુક્ત પ્રયાસ કરે તે જરૂરી છે. રોડ રસ્તાની પરિસ્થિતિ અંગે મંત્રીએ સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, લોકોને સુવ્યવસ્થિત વાહન વ્યવહાર માટે સારા રોડ રસ્તા મળી રહે તે જરૂરી છે જેથી ચોમાસામાં નુકસાનગ્રસ્ત માર્ગોનો સમય મર્યાદામાં સમારકામ કરવામાં આવે તે અનિવાર્ય છે.

વધુમાં તેમણે તમામ કામગીરીમાં ગુણવત્તા જળવાઈ અને સરકારી નાણાનો યોગ્ય તેમજ કાર્યક્ષમ ઉપયોગ થાય તેવી તાકીદ કરી હતી.   હાલ કમોસમી વરસાદના કારણે નુકસાન ગ્રસ્ત વિસ્તારની વાત કરતા મંત્રીએ તમામ ખેડૂતોને રાહત પેકેજનો લાભ મળે અને કોઈ ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે માટે  તાકીદ કરી હતી.   આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી મંત્રીને મોરબી જિલ્લા વિશેની માહિતી આપી હતી અને હાલ જિલ્લાની સ્થિતિ અંગે તેમને વાકેફ કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, મોરબીના ઇન્ચાર્જ કલેક્ટર સ્વપ્નિલ ખરે, એસપી મુકેશકુમાર પટેલ સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા.






Latest News