મારે રૂપિયા આપવાના ન હોય, તારું સ્પા બંધ થઈ જશે: વાંકાનેરના માટેલ રોડે સ્પાના સંચાલકને છરીના ઘોદા મારી દેવાની ધમકી
SHARE
મારે રૂપિયા આપવાના ન હોય, તારું સ્પા બંધ થઈ જશે: વાંકાનેરના માટેલ રોડે સ્પાના સંચાલકને છરીના ઘોદા મારી દેવાની ધમકી
વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ સ્પામાં મસાજ કરાવવા ગયેલા શખ્સે રૂપિયા જમા ન કરાવીને મારે રૂપિયા આપવાના ન હોય તારું સ્પા બંધ થઈ જશે તેવી ધમકી આપી હતી અને ત્યાર બાદ ફોન કરીને સ્પાના સંચાલકને ગાળો આપીને છરીના ઘોદા મારી દેવાની ધમકી આપી હતી અને બાદમાં બે દિવસ પહેલા તલવાર સાથે સ્પા ઉપર આવીને સ્પાના સંચાલકને મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાં મુકવામાં આવેલ બે સીસીટીવી કેમેરા, એસીનું કોમ્પ્રેસર વગેરેમાં તોડફોડ કરીને નુકસાન કરી હતી અને સ્પાના શટરમાં તલવારના ઘા માર્યા હતા આટલું જ નહીં પરંતુ સ્પાના સંચાલક અને તેના દીકરાને મારમારીને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વાંકાનેરમાં જુના ઢુવા રેલવે ફાટક પાસે રહેતા કાનાભાઈ કરસનભાઈ માલકીયા (40)એ હાલમાં ભુપતભાઈ રહે. પ્રેમજીનગર તથા તેની સાથે આવેલા અજાણ્યા ત્રણ માણસોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, માટેલ રોડ ઉપર તેઓનું માસ સ્પા આવેલ છે ત્યાં આરોપી સ્પામાં મસાજ કરાવવા માટે આવેલ હતો ત્યારે રૂપિયા જમા કરાવવાનું કહેતા મારે રૂપિયા આપવાના ન હોય, તારુ સ્પા બંધ થઈ થઈ જશે તેવું કહીને તે જતો રહ્યો હતો અને ત્યાર બાદ આઠ દિવસ પછી ફોન કરીને ફરિયાદીને ગાળો આપીને છરીના ઘોદા મારી દેવાનું કહ્યું હતું અને ગત તા. 13/11 ના રાત્રીના 10:30 વાગ્યાના અરસામાં આરોપી ભુપતભાઈ હાથમાં તલવાર લઈને અજાણ્યા ત્રણ માણસો સાથે સ્પા ઉપર આવ્યા હત અને ત્યાં ગાળો બોલી હતી અને ફરિયાદીને બહાર નીકળ તને મારી નાખવો છે તેવી ધમકી આપી હતી જેથી ફરિયાદીએ પોતાના સ્પાનું શટર બંધ કરી દેતા ભુપતભાઈએ સપાના શટર ઉપર તલવારના ઘા માર્યા હતા અને તેની સાથે આવેલા અજાણ્યા ત્રણ શખ્સોએ છૂટા પથ્થરના ઘા કર્યા હતા અને એસીના કમ્પ્રેસરમાં તથા ત્યાં મુકવામાં આવેલા બે સીસીટીવી કેમેરામાં તોડફોડ કરીને નુકસાની કરી હતી. ત્યારબાદ ફરિયાદી અને તેનો દીકરો ઘરે જતા હોય રસ્તામાં પેટ્રોલ પંપ પાસે આરોપી અને તેની સાથે આવેલા ત્રણ શખ્સોએ ફરિયાદી અને તેના દીકરાને રોકીને મારમાર્યો હતો અને ગાળો આપીને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.