મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો: પ્રેસિડેન્ટ તરીકે ડો. સુષ્માબેન દુધરેજીયા


SHARE











મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો: પ્રેસિડેન્ટ તરીકે ડો. સુષ્માબેન દુધરેજીયા

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવા વર્ષનું સભ્યોનું સ્નેહમિલન, મોરબીના પત્રકારનું સન્માન અને વર્ષ 2025 26  માટે પ્રમુખ સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા હાજર રહ્યા હતા અને બહેનો દ્વારા કરવામાં આવતી સેવાકીય કામગીરીને તેઓએ બિરદાવી હતી.

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વર્ષ 2025-26 માં પ્રેસિડેન્ટ તરીકે ડો. સુષ્માબેન દુધરેજીયા, સેક્રેટરી તરીકે મનીષાબેન ગણાત્રા, વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સાધનાબેન ઘોડાસરા, પુનમબેન હિરાણી, કામિનીબેન તેમજ ટ્રેઝરર તરીકે પ્રીતિબેન દેસાઈએ શપથ લીધા હતા. અને ક્લબના ફાઉન્ડર એવા શોભનાવા ઝાલાએ સૌને તન- મન -ધનથી સમર્પિત થઈને મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા મોરબી શહેરની જનતાને ઉપયોગી થાય તેવા સેવાકીય કાર્યો તેમજ મહિલાઓના વિકાસ માટેના કાર્યો કરવાના શપથ લેવડાવ્યા હતા. ત્યારે બાદ પાસ્ટ પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ ડો.સુષ્માબેન દુધરેજીયાને પ્રેસિડેન્ટ તરીકેની પિન પહેરાવીને નવા વર્ષની જવાબદારી હોશ પૂર્વક સોંપી હતી.

આ કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખાસ હાજર રહ્યા હતા અને ખાસ કરીને બહેનો દ્વારા જે સેવાકીય કામો મોરબીમાં કરવામાં આવી રહ્યા છે તેને બિરદાવીને તેઓની કામગીરી હજુ પણ વધુ સારી અને લોક ઉપયોગી બને તેની શુભકામનાઓ પાઠવી હતી. ત્યાર બાદ વર્ષ 2017 થી આ સંસ્થાની કામગીરીને વધુમાં વધુ લોકો સુધી પહોચાડીને બહેનોને પ્રોત્સાહિત કરતાં મોરબીના પત્રકારોનું સંસ્થાના હોદેદારો દ્વારા શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજામ ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા, જે.પી. જેસવાણી, મોરબી સિવિલના સુપ્રિટેન્ડન્ટ ડો.પ્રદીપ દુધરેજીયા, જગદીશભાઈ ઘોડાસરા, પ્રફુલાબેન કોટેચા તેમજ ભારતીબેન પુજારા સહિતના હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન પ્રીતિબેન દેસાઈ તેમજ નયનાબેન બારાએ કર્યું હતું.






Latest News