માળિયા (મી) ના રોહીશાળા ગામની સીમમાં વાડીએ ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત
વાંકાનેરના સરતાનપર રોડે સેપલ કારખાનાં વેલ્ડિંગ કરતા નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત
SHARE
વાંકાનેરના સરતાનપર રોડે સેપલ કારખાનાં વેલ્ડિંગ કરતા નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કારખાનામાં વેલ્ડીંગ કામ કરતા સમયે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમ્યાન યુવાનોનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતકના પરિવરજન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ બિહારના ગોપાલગંજ જિલ્લાના રહેવાસીના હાલમાં મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ આઈ.બી. ઇન્ડસ્ટ્રીઝના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા જુમ્માદિન હજરતભાઈ બેઠા (25) નામનો યુવાન વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેપલ ટાઇલ્સ નામના કારખાનામાં વેલ્ડીંગ કામ કરી રહ્યો હતો દરમિયાન આશરે 15 ફૂટ ની ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા તે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું છે આ બનાવની હસુમુદિન બેઠા (31) રહે હાલ ઓમ પાટિયા પાસે તિરૂપતિ નગર જાવીદ તૈલીના મકાનમાં ભેડીયા તાલુકો અમીરગંજ વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે