મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં ચિઠ્ઠી વડે નંબર આપ્યા બાદ સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો


SHARE







મોરબીમાં ચિઠ્ઠી વડે નંબર આપ્યા બાદ સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવામાં આવેલ હોય ભોગ બનનાર સગીરાની માતા દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે એક ઇસમની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અપહરણ-પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરેલ છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસસુત્રો દ્રારા પ્રાપ્ત માહીતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવેલ છે.થોડા દિવસો પહેલા સગીરાના રહેણાંક વિસ્તારમાં મેલડી માતાજીના માંડવાનું આયોજન થયેલ હતુ.તે સમયે મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતો રાજ ઉર્ફે ધુલો સવશીભાઈ કુંવરીયા ત્યાં આવ્યો હતો અને યુવતી સગીરવયની હોવાનું જાણતો હોવા છતાં ચીઠ્ઠીમાં પોતાના નંબર લખીને સગીરાને તે ચીઠ્ઠી આપેલ હતી.બાદમાં લગ્નની લાલચ આપીને ગત તા.૧૧-૧૧-૨૫ ના વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં સગીરાનું અપહરણ કરી જવામાં આવ્યુ હતુ.જેથી ભોગ બનનાર સગીરાની માતાએ રાજ કુંવરીયાની સામે ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ વી.એન.પરમારે અપહરણ, પોકસો સહીતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.હાલ સગીરાની ભાળ મેળવવા તથા આરોપીને પકડી પાડવા પોલીસે જુદીજુદી દિશામાં તપાસ હાથ ધરેલ છે.






Latest News