મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડે ફૂટપાથ પાસે તૂટી ગયેલ રેલિંગ તાત્કાલિક રીપેર કરવા જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખની માંગ


SHARE











મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડે ફૂટપાથ પાસે તૂટી ગયેલ રેલિંગ તાત્કાલિક રીપેર કરવા જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખની માંગ

મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડ ઉપર ઝુલતા પુલ નજીક રોડ સાઈડમાં જે ફૂટપાથ બનાવવામાં આવી છે તેની બાજુમાં રેલિંગ તૂટી ગઈ છે તેમ છતાં પણ તેને રિપેર કરવામાં આવતી નથી જેથી કરીને તંત્ર દ્વારા જાણે કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તેની રાહ જોવામાં આવતી હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિના પ્રમુખ દ્વારા મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરીને ત્યાં રેલિંગ રીપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો તેના કારણે 135 જેટલા લોકોના મોત નીપજયાં હતા તે ઘટનાની સમગ્ર દેશ અને દુનિયામાં નોંધ લેવામાં આવી હતી જોકે ઝૂલતા પુલની બાજુમાં જ મહેન્દ્ર ડ્રાઈવ રોડ શરૂ થાય છે ત્યાં સવારે એને સાંજના સમયે વોકિંગ કરવા માટે ઘણા લોકો પસાર થતા હોય છે જોકે રોડ સાઈડમાં જે ફૂટપાથ આવેલ છે તે ફૂટપાથની બાજુમાં વર્ષો જૂની ઐતિહાસિક કહી શકાય તેવી જે લોખંડની ગ્રીલો મૂકવામાં આવી હતી તે ગ્રીલ તૂટી ગયેલ છે તેમ છતાં પણ તેને રિપેર કરવા માટેની સ્તી તંત્ર દ્વારા લેવામાં આવતી નથી ત્યારે આ તૂટી ગયેલ રેલિંગના કારણે ત્યાં આવેલા કોઈ મુલાકાત, કોઈ બાળક કે કોઈ અન્ય વ્યક્તિ નીચે પડી જાય અથવા તો કોઈ ઘટના દુર્ઘટના સર્જાય તો નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તેવી શક્યતા છે જેથી આ ગંભીર બેદરકારીને તાત્કાલિક ધ્યાને લઈને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તે માટે મોરબી જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિના પ્રમુખ દમયંતીબેન નિરંજન દ્વારા મોરબી મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરીને તાત્કાલિકના ધોરણે આ રેલિંગ રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.






Latest News