શિક્ષણ સહાય યોજના: મોરબી જિલ્લાના કડવા પાટીદાર વિદ્યાર્થીઓને MBBS ના અભ્યાસ માટે મળશે વગર વ્યાજની લોન
SHARE
શિક્ષણ સહાય યોજના: મોરબી જિલ્લાના કડવા પાટીદાર વિદ્યાર્થીઓને MBBS ના અભ્યાસ માટે મળશે વગર વ્યાજની લોન
મૂળ મોરબી જિલ્લાના વતની હોય તેવા કડવા પાટીદાર વિદ્યાર્થીઓને એમબીબીએસના અભ્યાસ માટે જો આર્થિક મદદની જરૂર હોય તો તેમને વગર વ્યાજની લોન આપવા માટે થઈને મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ પાસેથી અરજી સ્વીકારવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને સંસ્થા પાસે જે પ્રકારનું ભંડોળ હશે તેમાંથી આવેલ અરજીઓમાં સરખા ભાગે તમામ વિદ્યાર્થીઓને લોન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તેવું હાલમાં સંસ્થાના સંચાલકો પાસેથી જાણવા મળી રહ્યું છે
મોરબી જિલ્લામાં રહેતા પાટીદાર સમાજના એમબીબીએસનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળી રહે તે માટે થઈને મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા શિક્ષણ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે અને જેના થકી વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય લોન સ્વરૂપે કરવામાં આવે તે પ્રકારની યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે જેની માહિતી આપતા સંસ્થાના પ્રમુખ અને મંત્રીએ જણાવ્યું હતું કે હાલમાં એમબીબીએસમાં ભણતા મોરબી જિલ્લાના મૂળ વતની હોય તેવા કડવા પાટીદારના વિદ્યાર્થીઓને વગર વ્યાજની લોન આપવા માટે થઈને આ શિક્ષણ સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે અને તેના માટે 31 ડિસેમ્બર સુધીમાં જે વિદ્યાર્થીને લોન લેવી હોય તેમના દ્વારા ફોર્મ ભરવાનું રહેશે અને ત્યારબાદ વર્ષ 25-26 ના સમૂહ લગ્ન સમિતિ દ્વારા ફાળવવામાં આવેલ ફંડને ધ્યાને રાખીને અરજીઓને ફંડની મર્યાદામાં દરેક વિદ્યાર્થીઓને સરખા ભાગે લોન આપવા માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે અને જ્યાં સુધી સંસ્થા પાસે ભંડોળ હશે ત્યાં સુધી ભંડોળને ધ્યાનમાં રાખીને શક્ય તેટલા વિદ્યાર્થીઓને વગર વ્યાજની લોન આપવા માટેની વ્યવસ્થા ગોઠવવા માટેનું હાલમાં આયોજન કરાયું છે
વધુમાં સંસ્થાના સંચાલકો પાસેથી મળતી વિગત પ્રમાણે જે વિદ્યાર્થીઓને એમબીબીએસનો અભ્યાસ કરવા માટે શિક્ષણ સહાય યોજના અંતર્ગત લોન આપવામાં આવશે તેમને અભ્યાસ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીની આવક શરૂ થયા પછી બીજા વર્ષથી લોનની રકમ સંસ્થાએ નક્કી કરેલ નિયમ મુજબ હપ્તે હપ્તે સંસ્થાને પરત આપવાની રહેશે આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીએ સમાજના પ્રતિષ્ઠિત બે વ્યક્તિના જામીન આપવાના રહેશે અને લોન લેનાર વિદ્યાર્થીએ પોતાના અથવા વાલીના બેંક એકાઉન્ટના બે કોરા ચેક આપવાના રહેશે તથા અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટમાં ધોરણ 12 ની માર્કશીટની નકલ, લિવિંગ સર્ટી, વિદ્યાર્થીનું આધાર કાર્ડ તેમજ તાજેતરનો બોનોફાઈડ સર્ટી આપવાનું રહેશે તેમ સંસ્થાના આગેવાનોએ જણાવ્યુ છે.