મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ


SHARE







ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામ પાસે બે દિવસ પહેલા ખેડૂતોના હિત માટે ગુજરાત કિશન સંઘર્ષ સમિતિ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભામાં રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ દ્વારા અદાણી અને અંબાણીને લઈને ગુજરાત ભરના કલાકારો ઉપર સીધું નિશાન તાકતા અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને આપ શબ્દો બોલવામાં આવ્યા હતા જેથી તેનો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની અંદર ખાનગી વીજ કંપનીઓ દ્વારા વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે અને તેના બદલામાં ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવતું નથી અથવા તો કેટલું વળતર આપવામાં આવશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી જેથી કરીને ખેડૂતોમાં ભારોભાર આક્રોશની લાગણી જોવા મળે છે તેવામાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ ના નેજા હેઠળ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે ખેડૂતોની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના પાલભાઈ આંબલીયા, જયેશભાઈ પટેલ અને મહેશભાઈ રાજકોટિયા તેમજ રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને ત્યાં તેઓએ ખેડૂતોની સભાને સંબોધન કરતા સરકારને આડે હાથે લીધી હતી.

દરમિયાન રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ વર્તમાન સરકાર ઉપર ચાબખા માર્યા હતા અને હાલમાં જે રીતે શિક્ષણનો વ્યાપાર થઈ ગયો છે તેને ધ્યાને રાખીને પોતાની વાત ખેડૂતોની સમક્ષ મુક્તા કહ્યું હતું કે, “એક ઇસ્ટ ઈન્ડિયા કંપની આવી હતી અને 200 વર્ષ સુધી તેણે રાજ કર્યું હતું જોકેહાલમાં તો ત્રણ ત્રણ વેસ્ટ ઇન્ડિયા કંપની છે ટાટા તો ગુજરાતનાઅંબાણી તો ગુજરાતના અને અદાણી તો ગુજરાતના અને ગુજરાતના હોય કલાકારો હાલમાં જે ગાણા ગાય છે " અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી..." તેઓ હાલમાં ગુજરાતને લૂંટે છે તેને ગુજરાતી કહીને ગુજરાતીઓનું નાક કાપવો નહીં. જો અદાણી અને અંબાણી ગુજરાતી હોય તો સ્કૂલથી લઈને કોલેજ સુધીનું શિક્ષણ મફત કરવું જોઈએ. જોકેભૂકંપ પછી ભુજમાં લોકોના ટેક્સના રૂપિયામાંથી જે હોસ્પિટલ બનાવી હતી તે પણ અદાણીએ લઈ લીધી છે.” તેવી વાત કરી હતી આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે અને રાજકીય ગરમાવો વધી ગયો છે.






Latest News