આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો


SHARE













મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર બા ની વાડી પાસે આવેલ લાભ ગેરેજ નજીક સ્કોર્પિયો ગાડીના ચાલક પાસે મજૂરી કામના પૈસા માંગતા યુવાનને જુદી જુદી ત્રણ કારમાં આવેલા સાતથી આઠ જેટલા શખ્સો દ્વારા લોખંડના પાઇપ અને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો અને અન્ય બે વ્યક્તિઓને પણ ત્યાં મારમાર્યો હતો જેથી ઈજા પામેલા ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ગોકળદાસ પ્રાગજીના જીનની પાછળના ભાગમાં આવેલ ગોકુલનગર શેરી નં. 20 માં રહેતા પ્રતિકભાઇ ઈશ્વરભાઈ કઝારિયા (21)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્કોર્પિયો કારનો ચાલક, એન્ડોવર ગાડીનો ચાલક તથા અન્ય ફોરવીલનો ચાલક અને અજાણ્યા ત્રણથી ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ બા ની વાડી સામેના ભાગમાં લાભ ગેરેજ પાસે ફરિયાદીને સ્કોર્પિયો ગાડીના ચાલક પાસે મજૂરીના પૈસા લેવાના હતા જે તેણે તેની પાસે માંગ્યા હતા ત્યારે સ્કોર્પિયો ગાડીના ચાલકે પાછળ શેઠ આવે છે તેવું કહ્યું હતું અને થોડીવારમાં એન્ડોવર ગાડી નંબર જીજે 3 એલ એમ 5634 લઈને એક શખ્સ આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે "મને કોણે ફોન કરેલ છે" તેમ કહીને ગાળો આપવા લાગ્યો હતો એટલી વારમાં અન્ય એક ફોરવીલ કાર ત્યાં આવી હતી જેમાં અજાણ્યા ત્રણ ચાર માણસો ઉતર્યા હતા અને લાકડાના ધોકા અને પાઇપ વડે ફરિયાદી તથા સાહેદને માર મારવામાં આવ્યો હતો ત્યારે ફરિયાદીને જમણા હાથમાં ફેકચર અને મોઢાના ભાગે ઇજા થઈ હતી જ્યારે સાહેદ ભાવેશભાઈને ડાબા હાથમાં ફ્રેક્ચર અને સાહેદ મેહુલભાઈને પગમાં ગંભીર ઈજાનથઇ હોવાથી ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News