મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના હીરાપર ગામ પાસે રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા બે મહિલા સહિત ત્રણને ઇજા: ગુનો નોંધાયો


SHARE







ટંકારાના હીરાપર ગામ પાસે રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા બે મહિલા સહિત ત્રણને ઇજા: ગુનો નોંધાયો

ટંકારા તાલુકાના લતીપર રોડ ઉપર આવેલ હીરાપર ગામના પાટીયા પાસે સીએનજી રીક્ષાને સ્વિફ્ટ કારના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રીક્ષા ચાલક તથા તેના પત્ની અને ભાભીને ઇજાઓ થઈ હોવાથી ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબી તાલુકાના મકાનસર ગામે રહેતા કાનાભાઈ કાથડભાઇ વેરાણા (48)એ સ્વીફ્ટ કાર નંબર જીજે 36 એફ 3603 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ટંકારાના લતીપર રોડ ઉપર હીરાપર ગામના પાટીયા પાસે પંચરની દુકાને નજીકથી તેઓ પોતાની સીએનજી રીક્ષા નંબર જીએ 36 ડબલ્યુ 3076 ને જમણી બાજુએ વળાંક લેતા હતા દરમિયાન કારના ચાલકે તેઓની રીક્ષાને હડફેટે લીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીને મોઢાના ભાગે ફેક્ચર જેવી ઇજા થઈ હતી તેમજ રિક્ષામાં બેઠેલ ફરિયાદીના પત્ની લાભુબેનને બંને હાથમાં ફ્રેક્ચર અને ફરિયાદીના ભાભી હેમીબેન દેવરાજભાઈ વેરાણાને ડાબા હાથમાં ફ્રેક્ચર અને શરીર નાના મોટી ઈજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્ત ત્રણે વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

યુવતી સારવારમાં
માળીયા મિંયાણા તાલુકાના બગસરા ગામે રહેતા પરિવારની હિરલબેન વશરામભાઈ પીપળીયા નામની 19 વર્ષીય યુવતીએ તેના ઘરે કોઈ કારણોસર ફીનાઇલ પી લેતા તેણીને સારવાર માટે અહીંની સરકારી હોસ્પિટલે લાવવામાં આવી હતી પોલીસ દ્વારા બનાવ સંદર્ભે નોંધ કરી આગળની તપાસ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મહિલા સારવારમાં
મોરબીના શનાળા ગામ પાસેના લાયન્સનગરમાં રહેતા હસુબેન કાંજીયા (44) નામના મહિલા બાઇકમાં બેસીને શાક માર્કેટ તરફ જતા હતા ત્યારે રસ્તામાં ગાય આડી ઉતરતા વાહન સ્લીપ થયુ હોય ઈજા પામતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

મહિલા સારવારમાં
મોરબીના રોલા રાતડીયાની વાડી વિસ્તારમાં રહેતા ગોદાવરીબેન પ્રભુભાઈ ડાભી નામના 37 વર્ષના મહિલા જય ગણેશ હોન્ડા શોરૂમ શનાળા કંડલા બાયપાસ પાસે પતિને બાઇકમાં બેસીને જતા હતા ત્યારે પડી ગયા હોય હાથના ભાગે ઈજા થતાં તેમને પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.






Latest News