મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાનાં નેકનામ ગામની દીકરી પાસે સાસરિયાએ કરિયાવરમાં કાર માટે બે લાખ રૂપિયા માંગ્યા !


SHARE







ટંકારાનાં નેકનામ ગામની દીકરી પાસે સાસરિયાએ કરિયાવરમાં કાર માટે બે લાખ રૂપિયા માંગ્યા !

ટંકારા તાલુકાનાં નેકનામ ગામે હાલમાં માવતરના ઘરે રહેતા પરિણીતાનો જન્મથી જ અવાજ પાતળો હતો જેની પતિ સહિતના સાસરિયાઓને જાણ હતી તો પણ તે બાબતે અને કરિયાવરમાં ફોરવ્હીલ લેવા માટે બે લાખ રૂપિયા લઈ આવવાનું કહીને પરિણીતાની સાથે મારકૂટ કરવામાં આવી હતી અને તેને ઘરમાથી કાઢી મૂકવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલ પરિણીતાએ મોરબીના મહિલા પોલીસ સ્ટેશને તેના પતિ, સાસુ  અને સસરા સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓને પકડવા માટે કવાયત શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મુળ ઢોકળીયા ગામના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાનાં નેકનામ ગામે માવતરના ઘરે રહેતા વસુધાબેન મિતુલભાઇ સીરજા જાતે પટેલ (ઉ.૨૬)એ તેના પતિ મિતુલ દિલિપભાઈ સીરજા, સસરા દિલિપભાઈ પોલાભાઈ સીરજા તથા સાસુ પ્રભાબેન દિલિપભાઇ સીરજા રહે. ત્રણેય ઢોકળીયા અને નણંદ આરતીબેન નિકુંજભાઈ ભોરણીયા તેમજ નણંદોઈ નિકુંજભાઈ કાંતીભાઈ ભોરણીયા રહે. બંને વડોદરા સત્વપ્રાઈમ બ્લોક નં.ઈ/૫૦૨ સીતારામ કોમ્પેલક્સની પાછળ છાણી તાલુકો વડોદરા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેતા.૯/૨/૨૦૨૧ થી તા.૭/૮/૨૦૨૧ સુધીમાં પરિણીતાને આરોપીઓએ તેઓનો અવાજ જન્મથી જ પાતળો હતો તેની જાણ હતી છતાં અવાજ બાબતે, ઘરના કામકાજ તેમજ કરિયાવર બાબતે ઝઘડાઓ કરી મેણાટોણા મારીને ગાળો આપી હતી અને મારકુટ કરી શારીરિક અને માનસિક દુ:ખ ત્રાસ આપ્યો હતો અને પરિણીતા પાસે દહેજ પેટે ફોરવીલ લેવાના રૂપિયા બે લાખની માંગણી કરવામાં આવી હતી અને મારકુટ કરી હતી અને તા.૭/૮/૨૦૨૧ ના રોજ પહેરેલ કપડે ઘરેથી કાઢી મુકી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલાએ મોરબીના મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. કલમ ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા દહેજ પ્રતિબંધક ધારા કલમ -૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે 






Latest News