મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારામાં રહેતા અને ડાક વગાડીને ડાયરા કરતા યુવાનને બોટાદના નિગાળા ગામના બે શખ્સોએ ફોન ઉપર આપી ધમકી


SHARE







ટંકારામાં રહેતા અને ડાક વગાડીને ડાયરા કરતા યુવાનને બોટાદના નિગાળા ગામના બે શખ્સોએ ફોન ઉપર આપી ધમકી

ટંકારામાં રહેતા અને ડાકલા વગાડીને ડાયરા કરતા યુવાનને બોટાદ બાજુ ડાયરો કરવા જવાનું હતું જોકે બોટાદ બાજુ ડાક વગાડવાનું કામ કરતા બે શખ્સોને તે સારું લાગ્યું ન હતું જેથી તેણે યુવાનને ફોન કર્યો હતો અને બેફામ ગાળો આપી હતી તથા તું નિંગાળા બોટાદ ખાતે ડાક વગાડવાનો પ્રોગ્રામ કરવા ક્યારે આવવાનો છો તેમ કહીને ભેગા થવાનું કહીને યુવાનને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારાના ઘેટિયાવાસમાં રહેતા અને ડાક વગાડવાનું કામ કરતા હરેશભાઈ ગુણવંતભાઈ પનારા (26) એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શૈલેષભાઈ વિરમભાઈ રાવળ અને હરેશ કણબી રહે. બંને નિંગાળા તાલુકો બોટાદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ ટંકારા ખાતે હતા ત્યારે તેમના મોબાઈલ ફોન ઉપર બંને આરોપીઓએ વારાફરતી ફોન કર્યા હતા અને ફરિયાદીને બોટાદ બાજુ ડાયરો કરવા માટે જવાનું હતું જો કે, બંને આરોપીઓ પણ ડાયરા કરતા હોય તેઓને સારું લાગ્યું ન હતું જેથી ગત તા. 4/3 ના રોજ હરેશ કણબીએ ફોન કર્યો હતો અને તે ફોનમાં વારાફરતી બંને આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી હતી અને કહ્યું હતું કે તું નિંગાળા બોટાદ ડાક વગાડવાનો પ્રોગ્રામ કરવા ક્યારે આવવાનો છો તેમ કહીને ભેગા થવાનું કહીને મારી નાખવાની ધમકી આપેલ હતી અને શૈલેષ રાવળ દ્વારા ફોન કરીને ફરિયાદી યુવાનને ગાળો આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે બંને શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News