મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેર ખાતે ૨૦ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે


SHARE







વાંકાનેર ખાતે ૨૦ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

મોરબી જિલ્લાના યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્તમ તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી રોજગાર અને તાલીમ નિયામકશ્રીના માર્ગદર્શન હેઠળ આગામી તા.૨૦/૦૩ ના રોજ નિયત ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આયોજિત આ ભરતી મેળો વાંકાનેરરાજકોટ હાઈવે પર તાલુકા સેવા સદનની સામે આવેલી આઈ.ટી.આઈ. (ITI) વાંકાનેર ખાતે સવારે ૧૧:૦૦ કલાકે યોજાશે.

આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને ઉમેદવારોની સીધી પસંદગીની કાર્યવાહી હાથ ધરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઈચ્છુક નોન-મેટ્રિક, એસ.એસ.સી. (SSC), એચ.એસ.સી. (HSC), આઈ.ટી.આઈ. (ITI) અથવા સ્નાતક વગેરેની શૈક્ષણિક લાયકાત ધરાવતા અને ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો આ મેળામાં ભાગ લઈ શકશે. ઉમેદવારોએ પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC), પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ અને બાયોડેટા સાથે નિયત સમયે અને સ્થળે સ્વખર્ચે હાજર રહેવા જણાવ્યું છે. જે ઉમેદવારોએ રોજગાર વિનિમય કચેરી ખાતે હજુ સુધી નામ નોંધણી નથી કરાવી, તેઓ પણ આ ભરતી મેળામાં હાજર રહીને પસંદગી પ્રક્રિયામાં જોડાઈ શકશે.






Latest News