લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું


SHARE





ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું

તાજેતરમાં ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણીમાં સતત ચોથી વખત રાજકોટના વકીલ દિલીપભાઈ પટેલનો વિજય થયો છે ત્યાર બાદ તેઓ મોરબી આવ્યા હતા ત્યારે મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખની આગેવાની હેઠળ તમામ હોદ્દેદારો તથા વકીલો દ્વારા તેમનું મોરબીમાં વાજતે ગાજતે ઢોલ નગારા સાથે સાફો પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું

ગુજરાત બાર કાઉન્સિલની પ્રતિષ્ઠાના જંગ સમાન ચૂંટણી તાજેતરમાં યોજાઇ હતી જેનું પરિણામ જાહેર થઈ ગયું છે અને આ ચૂંટણીમાં રાજકોટના વકીલ દિલીપભાઈ પટેલનો સતત ચોથી વખત ભવ્ય વિજય થયો છે ત્યાર બાદ તેઓ મોરબીના આંગણે સોમવારે આવ્યા હતા ત્યારે મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા અને તેઓની ટીમ તથા મોરબીના વકીલો દ્વારા મોરબીના નટરાજ ફાટકથી મોરબી જિલ્લા કોર્ટ સુધી તેમનું વાજતે ગાજતે સાફો પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ તકે દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં વકીલોના કામ કરવાની સાથો સાથ સૌરાષ્ટ્રને હાઇકોર્ટની બેંચ મળે તેનો જે પ્રશ્ન છે તેને પ્રાધાન્ય આપવામાં આવશે અને સૌરાષ્ટ્રને હાઇકોર્ટની બેંચ મળે તેના માટે ગુજરાત બાર કાઉન્સિલના સુમિતભાઈ વોરાના અધ્યક્ષસ્થાને લડત ચલાવવામાં આવશે

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રથમ ચૂંટણી રાજકોટથી લડ્યા હતા જેથી રાજકોટ પ્રત્યે તેઓને અપાર પ્રેમ હોય હાઇકોર્ટની બેંચ રાજકોટને મળશે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. અને હાલમાં હાઇકોર્ટમાં જે કેસ ચાલી રહ્યા છે તેમાંથી લગભગ 60 ટકા જેટલા કેસ સૌરાષ્ટ્ર અને કચ્છના છે જેથી પોરબંદર કે કચ્છ જેવા છેવાળાના જિલ્લામાંથી અમદાવાદ સુધી પહોંચતા 8 થી 10 કલાક જેટલો સમય લાગે છે જો રાજકોટમાં હાઇકોર્ટની બેંચ મળે તો સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોને તેનો સીધો ફાયદો મળી શકે તેમ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા અને તેઓની ટીમે જહેમત ઉઠાવી હતી.




Latest News