લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી


SHARE





મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી

મોરબીમાં સોમવારે મોડી સાંજથી પેટ્રોલ ડીઝલની અછત થવાની છે અને જથ્થો પૂરતો પ્રમાણમાં નથી તેવી અફવાએ જોર પકડ્યું હતું જેથી મોરબી શહેર અને જિલ્લામાં આવેલા પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ અને ડીઝલ વાહનોમાં ભરાવવા માટે થઈને લોકોએ રીતસરની લાઈનો લગાવી હતી જેથી વાહનોના થપ્પા લાગી ગયા હતા અને કેટલીક જગ્યાએ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલ ન હોવાના પાટિયા પણ મુકવામાં આવ્યા હતા જેથી લોકોની ચિંતામાં વધારો થઇ ગયો હતો.

છેલ્લા ઘણા દિવસોથી ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ગેસ ન મળવાના કારણે મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા 450 જેટલા સીરામીકના કારખાના તો બંધ થઈ ગયા છે તે ઉપરાંત અન્ય ઔદ્યોગિક એકમોને પણ આ યુદ્ધની બહુ મોટા પ્રમાણમાં અસર થઈ છે તેવામાં મોટાભાગનું પેટ્રોલ, ડીઝલ અને ગેસ ભારતમાં ખાડી દેશોમાંથી આયાત કરવામાં આવતું હોય છે જેથી દેશની અંદર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં નથી તેવી અફવા શરૂ થયેલ છે અને મોરબીમાં સોમવારે સાંજના પાંચેક વાગ્યાથી મોરબીના જુદા જુદા વિસ્તારોમાં આવેલા આવેલા પેટ્રોલ પંપ ખાતે વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ પુરવવા માટે થઈને સ્કૂટર, બાઈક, રિક્ષા, કાર વગેરે જેવા વાહનો લઈને લોકો પહોંચી ગયા હતા અને ત્યાં પેટ્રોલ પંપ પાસે વાહનોના થપ્પા લાગી ગયા હતા

મોરબી શહેરમાં ગાંધીચોક, જુના બસ સ્ટેશન, સનાળા રોડ, ત્રાજપર ચોકડી, મહેન્દ્રનગર ચોકડ અને માળિયા ફાટક ચોકડી સહિતના વિસ્તારોમાં જ્યાં પેટ્રોલ પંપ આવેલા છે ત્યાં લોકોએ પોતાના વાહનોમાં પેટ્રોલ પુરવવા માટે લાઈનો લગાવી હતી તેવામાં મોરબીમાંથી પેટ્રોલ અને ડીઝલના ઓર્ડર પેટ્રોલ પંપના ધારકો દ્વારા આપવામાં આવે છે તો તેઓને ટેન્કર ન મળતા હોવાનું સામે આવી રહી છે અને જ્યાં પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી જાય ત્યાં પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પંપ બંધ છે તેવા પાટીયા મૂકવામાં આવતા હોય છે જેથી લોકોની ચિંતા વધી ગયેલ છે

મોરબી જિલ્લા ડીલર પેટ્રોલિયમ એસો.ના પ્રમુખ વિનોદભાઈ ડાભી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી પરંતુ એકી સાથે મોટી સંખ્યામાં લોકો જરૂર ન હોવા છતાં પણ પેટ્રોલ અને ડીઝલ પોતાના વાહનોમાં પુરવવા માટે આવી રહ્યા છે જો લોકો પોતાની જરૂરિયાત મુજબ વાહનમાં પેટ્રોલ-ડીઝલ લઈ જાય તો કોઈ પ્રશ્ન જ નથી પરંતુ ઘણા લોકો તેનો સંગ્રહ કરવા લાગ્યા છે અને તેવામાં અફવા ફેલાઈ એટ્લે લોકો પેટ્રોલ પંપ ઉપર લાઈનો લગાવે છે અને ખોટા હેરાન થયા છે હાલમાં પણ પેટ્રોલ ડીઝલનો પૂરતા પ્રમાણમાં સરકારી અને ખાનગી કંપનીઓ પાસે જથ્થો છે અને લોકોને પેટ્રોલ-ડીઝલ મળતું જ રહેશે હાલમાં કોઈ ચિંતાનો વિષય નથી.




Latest News