મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો


SHARE













મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો !

મોરબીના વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ભત્રીજા સાથે બોલાચાલી કરતા શખ્સને સમજાવા ગયેલા યુવાન ઉપર સામેના ઇસમ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હોય ઇજા પામેલા યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

વધુમાં મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના દિધલિયા ગામે રહેતા અને ડ્રાઇવિંગનું કામકાજ કરતા રૂક્મુદીનભાઇ હુસેનભાઇ શેરસીયા (મોમીન ઉ.વ.૩૯) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તન્વીરભાઇ ગફારભાઇ ખલીફા રહે.દિઘલીયા તા.વાંકાનેર જી.મોરબી સામે ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે તન્વીરભાઇએ રૂકમુદિનભાઇના ભત્રીજાની સાથે બોલાચાલી કરેલ હતી જે બાબતે તેઓ ઝઘડો ન કરવા તન્વારભાઇને સમજાવતા ગયા હતા ત્યારે એકદમ ઉશ્કેરાઇ જઇને તન્વારે ફરીયાદીને ગાળો આપી હતી અને તેણે પોતાની પાસે રહેલ છરી વડે રૂકમુદિનભાઇને ડાબા ખંભા ઉપર તથા છાતીના ભાગે છરી વડે છરકા કરી ઇજા પહોચાડી હતી.બનાવ અંગે એસ.આર.ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.

યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના જુના સાદુરકા ગામ પાસે આવેલા સર્વોત્તમ ડેકોર નામના યુનિટ નજીક રહી મજૂરી કામ કરતો અમરસિંહ જયપાલસિંહ ગોડ (ઉમર ૧૯) નામનો યુવાન ત્રણ માળ જેટલી ઊંચાઈએથી નીચે પડી ગયો હતો.જેથી તેને મોરબી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હતો. બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયાએ તપાસ કરી હતી.મોરબીના જોધપર ગામે રહેતા વિનોદભાઈ અમરશીભાઈ દેલવાડીયા (૪૦) અને મુક્તાબેન વિનોદભાઈ દેલવાડીયા (૪૦) ને ગામમાં મારામારીમાં ઈજા થતાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમજ મોરબીના માળિયા હાઇવે ટીંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાર્કિંગ બાબતે બોલાચાલી થયા બાદ મારામારી થતા રતિલાલ હીરાભાઈ ઝાટ (૪૨) રહે.મૂળ રાજસ્થાનને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News