લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો


SHARE





મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં આવેલ ઓમશાંતિ વિદ્યાલય ખાતે ભારતમાતાના વીર સપૂતો ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવના બલિદાનને યાદ કરી "શહીદ દિવસની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. અને દેશની આઝાદી માટે હસતા મુખે ફાંસીના માંચડે ચડનાર આ ત્રણેય મહાપુરુષોની પુણ્યતિથિ નિમિત્તે શાળામાં વિશેષ પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ધોરણ ૧૧ એ અને બી ના વિદ્યાર્થીઓએ શહીદોની છબી સમક્ષ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીઓએ શાહિદ વીરોના જીવન અને તેમના દેશપ્રેમ વિશે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. અને વિદ્યાર્થીઓએ ક્રાંતિકારીઓના સંઘર્ષની ગાથા વર્ણવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. જેથી શાળાના આચાર્ય અને શિક્ષકગણે વિદ્યાર્થીઓના આ સુંદર પ્રયાસને બિરદાવ્યો હતો.




Latest News