મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી
Breaking news
Morbi Today

મોરબીમાં “આપ”ના ગોપાલ ઇટલીયા અને ઈશુંદાન ગઢવી કરશે બે દિવસનું રોકાણ


SHARE

















મોરબીમાં “આપ”ના ગોપાલ ઇટલીયા અને ઈશુંદાન ગઢવી કરશે બે દિવસનું રોકાણ

થોડા સમય પહેલા આમ આદમી પાર્ટી ગુજરાતમાં પત્રકાર ઈશુંદાન ગઢવી જોડાયા બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરફી જુવાળ જોવા મળ્યો છે અને યુવાનો, સામાજિક કાર્યકરો તેમજ બિનરાજકીય યુવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં ગોપાલ ઇટલીયા અને ઈશુંદાન ગઢવી મોરબી આવવાના છે અને અહી બે દિવસનું રોકાણ કરવાના છે

આગામી દિવસોમાં ગોપાલ ઇટલીયા અને ઈશુંદાન ગઢવી મોરબી આવવાના છે ત્યારે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ એ.કે.પટેલની આગેવાનીમાં સ્વાગત કાર્યક્રમ તેમજ પાર્ટીના આગામી કાર્યક્રમો વિશે ચર્ચા માટે અગત્યની મીટીંગ બોલાવવામાં આવેલ હતી જેમાં મહેમાન તરીકે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ તેમજ સહ સંગઠન મંત્રી શિવાજીભાઈ ડાંગર ઉપસ્થિત રહ્યા હતા આ સ્વાગત કાર્યક્રમમાં ૫૦ નવયુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા તેમજ એક સમયે પાર્ટીના રહેલ સાથી મિત્રો કોઈ કારણસર અને સંજોગો વસાત પાર્ટીમાંથી જતા રહેલા તેઓની પણ ઘર વાપસી કરવામાં આવી છે તેમજ આગામી ૨૮ જૂન થી ૨૮ જુલાઈ સુધી સોમનાથથી અંબાજી ખાતે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા અને યુવા નેતા ઇશુદાન ગઢવી જન સંવેદના મુલાકાતે નીકળવાના છે ત્યારે તેઓ બંને મોરબી ખાતે બે દિવસ રોકાણ કરી કોરોનામાં મૃત પામેલ લોકોના સ્વજનોની મુલાકાત કરશે 




Latest News