મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ મોરબીના રવાપર ગામ પાસે આવેલ એપાર્ટમેન્ટના મીટર બોક્સ પાસે આગ: ધડાકા થતા લોકોમાં ફફડાટ કોઈપણ પાર્ટીના નેતાઓએ મત માગવા આવવું નહીં: મોરબીના વોર્ડ નં 9 માં મતદારો આકરા પાણીએ હળવદમાં મારામારી-હત્યાની કોશિશના ગુનામાં એક આરોપીના શરતી જામીન મંજૂર મોરબીમાં મિત્રતાના સંબંધમાં આપેલ 5 લાખ રૂપિયા પાછા ન આપનારા મિત્રને કોર્ટે ફટકારી સજા
Breaking news
Morbi Today

વાંકાનેરના જાલીડા ગામ નજીક કારખાના પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યો


SHARE













વાંકાનેરના જાલીડા ગામ નજીક કારખાના પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યો

વાંકાનેરના જાલીડા ગામની સીમમાં આવેલા વેસ્ફો ઇકો પ્રોડક્ટસ નામના કારખાનાની દિવાલની બહારના ભાગમાં મૃત હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ફેફસાની બીમારી સબ યુવાનનું મોત નીપજયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

રાજકોટના કુવાડવા પાસે આવેલ શિવધારા સોસાયટીમાં રહેતા કપિલભાઈ કાળુભાઈ વેગડા (31)એ  વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે, જાલીડા ગામની સીમમાં આવેલ વેસ્ફો ઇકો પ્રોડક્ટ નામના કારખાનાની દીવાલની બહાર ઈલેક્ટ્રીક સબ સ્ટેશન નજીક કોઈ અજાણ્યા 35 થી 45 વર્ષથી ઉંમરના યુવાનોનો મૃતદે પડ્યો છે જેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટિમ ત્યાં પહોચી હતી અને યુવાનના મૃતદેહને હોસ્પિટલે લઈ ગયા હતા અને ફોરેન્સી પીએમ કરવામાં આવ્યું હતું જેમાં મૃતક યુવાનને ફેફસાની બીમારી હોય બિમારી સબ તેનું મોત નીપજયું હોવાનું સામે આવ્યું હતું જેથી વાંકાનેર તાલુકા પોલીસે તે અંગેની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ આંબાવાડી વિસ્તારમાં પાડોશી સાથે ઝઘડો થયો હતો તેમાં મહિલાને ઇજા થવાથી ઇજા પામેલ સંગીતાબેન હસમુખભાઈ સોઢીયા (52) નામના આધેડ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈને લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મારા મારીમાં ઇજા

ટંકારામાં જીઇબીની ઓફિસ પાસે રહેતા રેશમાબેન આસિફભાઇ જુણાજ (35) નામની મહિલાને તેના પતિ સાથે થયેલ મારામારીમાં ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોધ કરી આગળની કાર્યવાહી કરી હતી.

બાઇક સ્લીપ

મૂળ રાજસ્થાનના ગોવાડી ગામનો રહેવાસી સંજય શંકરલાલ (30) નામનો યુવાન સજનપર ગામથી મોરબી તરફ આવી રહ્યો હતો ત્યારે સજનપર ગામ નજીક બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News