વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે ઓમ શાંતિ પાર્કમાં રહેતા નિવૃત્ત એ.એસ.આઇ.ના દીકરાના ઘરમાં ચોરી


SHARE







મોરબીના વાવડી રોડે ઓમ શાંતિ પાર્કમાં રહેતા નિવૃત્ત એ.એસ.આઇ.ના દીકરાના ઘરમાં ચોરી

મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ ઓમ શાંતિ પાર્કમાં રહેતા નિવૃત્ત એ.એસ.આઇ.ના દીકરાના ઘરની અંદર તસ્કરે ધામા નાખ્યા હતા અને તેના ઘરની અંદરથી ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જે બનાવ નિવૃત એ.એસ.આઇ. દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ અને જિલ્લા કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી જો કે, ચોરીના આ બનાવની ફરિયાદ લેવામાં આવી નથી જેથી કરીને વર્ષો સુધી પોલીસ બેડામાં ફરજ બજાવતા નિવૃત પોલીસ કર્મચારીમાં રોષની લાગણી જોવા મળી રહી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ખાખરાળાના રહેવાસી નિવૃત એ.એસ.આઈ. આયદાનભાઇ ગજીયાનો દીકરો હિતેશભાઈ આયદાનભાઇ ગજીયા (ઉમર ૩૦) મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઓમ શાંતિ પાર્કમાં શેરી નંબર-૧ માં રહે છે જેનું મકાન માત્ર એક દિવસ બંધ હોય તેના ઘરને તસ્કર દ્વારા નિશાન બનાવવામાં આવેલ છે અને તેના ઘરની અંદરથી ચાંદીના કડલા, ચાંદીના સંકળા તેમજ રોકડ રકમની ચોરી કરવામાં આવેલ છે જે બનાવની નિવૃત્ત એ.એસ.આઈ. દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન તેમજ મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી જો કે, તેઓની ફરિયાદ લેવામાં આવી નથી જેથી કરીને નિવૃત એ.એસ.આઈ.એ રોષની લાગણી વ્યક્ત કરી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે હિતેશભાઈ ગજીયા હાલમાં પીએસઆઇની પરીક્ષા માટે તૈયારી કરતા હોય ગાંધીનગર ખાતે ગયેલા હતા અને તેઓના પત્ની તેના માવતર ગયા હતા જેથી કરીને માત્ર એક દિવસ હિતેશભાઈનું ઘર બંધ રહ્યું હતું દરમ્યાન તસ્કર દ્વારા તેના ઘરની અંદર પ્રવેશ કરીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે ત્યારે જો પોલીસ દ્વારા પોલીસના ઘરની અંદર બનેલ ચોરીના બનાવની ફરિયાદ લેવામાં ન આવતી હોય તો અન્ય લોકોની સાથે પોલીસ મિત્ર કઈ રીતે બનતી હશે તે સૌથી મોટો સવાલ છે અત્રે એ વાતા પણ ઉલેખનીય છે કે, મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટમાં તસ્કર દ્વારા ચોરી કરવામાં આવી હતી અને ૧૦ થી વધુ દુકાનોને તોડવામાં આવી હતી તે બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા તો પણ ચોરીના આ બનાવમાં કોઈ ફરિયાદ નોંધવામાં આવેલ નથી અને છેલ્લા દિવસોમાં વાવડી રોડ ઉપર જુદાજુદા વિસ્તારમાં નાની મોટી ચોરીની ઘટનાઓ ઘણી બનેલ છે જો કે, ફરિયાદ એક પણ બનાવમાં નોંધવામાં આવી નથી




Latest News