વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ખાતમુર્હત થયેલ હીરાસરી માર્ગનું કામ કયારે ચાલુ કરાશે..?


SHARE







મોરબીમાં ખાતમુર્હત થયેલ હીરાસરી માર્ગનું કામ કયારે ચાલુ કરાશે..?


મોરબીમાં રહેવાસી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખીતમા કરેલ રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતુ કે, તેઓએ અગાઉ મોરબીના હિરાસરીના માર્ગના કામ બાબતે રજૂઆત કરી હતી.જેના અનુસંધાને મોરબીના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી મેરજા દ્વારા આ કામનું ખાતમુર્હત પણ એક મહિનાથી પણ વધુ સમય પહેલા કરવામાં આવેલ હતું. ખાતમુર્હત થયું ત્યારે લોકો કહેતા હતા કે આ તો ખાતમુર્હત વીર છે..! કામ ચાલુ ક્યારે થશે તે નક્કી નહિ.ખરેખર તો આ ખાતમુર્હત ત્યારે જ કરવામાં આવતું હોય છે કે જયારે કામ ચાલુ કરવાનું હોય પરંતુ મોરબીના આ મંત્રીના હસ્તે તો આવા અસંખ્ય ખાતમુર્હતો થયા છે. જેમાંના ખુબજ ઓછા  કામો ચાલુ થયા છે અને ન ચાલુ થયેલા કામોમાં આ હીરાસરી માર્ગનો પણ સમાવેશ થાય છે.  

લોકો તો એમ પણ કહે છે કે આતો મુર્ખ બનાવવા માટેના ખાતમુર્હતો  છે. કામ તો ચુંટણી આવશે ત્યારે ચાલુ કરશે,  અને પાંચ વર્ષે બીજી ચુંટણી આવશે ત્યારે પૂરું કરશે અને તેનું લોકાપર્ણ કરશે..! જેવી રીતે રાજકોટ-મોરબી રોડને ફોરલેન કરવાનું કામ ગોકળ ગાયની ગતિ એ ચાલે છે. તેવું આમાં પણ થશે.માટે આ આગાહી સાચી ન પડે તે માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી.બાવરવાએ મુખ્યમંત્રીને લેખીતમાં વિનતી સાથે માંગણી કરેલ છે કે આ હિરાસરીના માર્ગનું કામ તાત્કાલિક ચાલુ કરાવીને તાત્કાલિક પૂરું કરવા જવાબદારોને યોગ્ય આદેશ આપવા જરૂરી છે.અને જો આવું કરવામાં નહી આવે તો છુટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધીચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવેલ છે.






Latest News