મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના સમથેરવા ગામની સીમમાં અજાણ્યા વૃદ્ધનું મોત


SHARE











વાંકાનેરના સમથેરવા ગામની સીમમાં અજાણ્યા વૃદ્ધનું મોત

વાંકાનેરના સમથેરવા ગામની સીમમાં વાડી આવેલા અજાણ્યા વૃદ્ધ અચાનક બેભાન થઈ ગયા હતા અને તેઓને હાર્ટ અટેકનો હુમલો આવી જવાથી વૃદ્ધનું મોત નીપજ્યું હતું જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.

વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં જીવાબેન ટીડાભાઈ સાવડીયાના ખેતરમાં કોઈ અજાણ્યા 60 થી 65 વર્ષના રખડતું ભટકતો જીવન જીવતા વૃદ્ધ આવ્યા હતા અને ત્યાં તેને અચાનક શરીરે પરસેવો વળવા લાગ્યો હતો અને તેઓ બેભાન થઈ ગયા હતા અને હાર્ટ અટેકનો હુમલો આવી જવાથી વૃદ્ધનું મોત નીપજ્યું હતું જેથી તેઓના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની શકુભાઇ સંગરામભાઇ ટોટા (40) રહે. માણેકવાડા તાલુકો હળવદ વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મજૂર યુવાન સારવારમાં

મોરબીના સાદુરકા ગામે આવેલ લેમિનેટના કારખાનામાં મશીનમાં કામ કરતા વખતે હાથ મશીનમાં આવી જતા રંજતસિંહ સંતાનસિંહ ગૌડ (૨૫) ને સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે લીલાપર ગામે આવેલ કારખાનાના પેકિંગ મશીનમાં આંગળી આવી જતા તુલસી ભવાનભાઈ ચૌહાણ (૪૩) રહે.રોહીદાસપરા વીસીપરા મોરબીને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. તેમજ મોરબીના ટીબડી ગામે ઘરે કોઈ ઝેરી પદાર્થ પી જતા રાજેશભાઇ ભરતભાઈ જીંજુવાડીયા નામના ૨૮ વર્ષના યુવાનને સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ સુરેન્દ્રનગરના મુળી તાલુકાના કરશનગઢ ગામે રહેતા હકુભાઈ ગોરધનભાઈ ધંધાણીયા નામના ૫૫ વર્ષના આધેડે પોતાની વાડીએ કોઈ કારણસર ઝેરી દવા પી લેતા સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે મોરબી પોલીસે નોંધ કરી બનાવ અંગે મુળી પોલીસને જાણ કરી હતી.

મારામારીમાં ઈજા

મોરબી કાલિકા પ્લોટમાં ઘરે પતિ દ્વારા માર મારવામાં આવતા સાહિસ્તાબેન રમીઝભાઈ ચાનિયા (૩૦) નામના મહિલાને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા. જ્યારે માળિયા (મિં.) ના મોટાભેલા ગામે રહેતા નીતાબેન મનસુખભાઈ સોમાણી નામના ૩૬ વર્ષીય મહિલાને રાત્રિના તેમના ઘરે પતિ દ્વારા મોં ઉપર એસીડ ફેંકવામાં આવતા માળિયા પીએચસી ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે અહિંની સિવિલે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે પોલીસે નોંધ કરીને આગળની તપાસ કરી હતી.તેમજ મોરબીના કેનાલ રોડ રોયલ પાર્ક શાલીગ્રામ એપાર્ટમેન્ટ ફલેટ નંબર-૪૦૨ માં રહેતા હરેશભાઈ કાનજીભાઈ અઘારા નામના ૫૩ વર્ષના આધેડને મેરી ગોલ્ડ સર્કલ નજીક મારામારીના બનાવમાં ઈજા થતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News