હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી: ઘર ભૂલી ગયેલા શ્રમિક પરિવારના વયોવૃદ્ધ માજીનું અભયમ અને ૧૧૨ ની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું


SHARE





મોરબી: ઘર ભૂલી ગયેલા શ્રમિક પરિવારના વયોવૃદ્ધ માજીનું અભયમ અને ૧૧૨ ની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું

મોરબી જિલ્લામાં કટોકટીના સમયે પીડિતો અને અસહાય નાગરિકોની વહારે આવતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનઅને ૧૧૨ જનરક્ષક’ (ERSS) ની ટીમે પરસ્પર સંકલન સાધીને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક જાગૃત નાગરિક દ્વારા હેલ્પલાઇન પર કોલ કરીને માહિતી આપવામાં આવી હતી કે, એક વયોવૃદ્ધ માજી ઘણા સમયથી એકલા આંટાફેરા કરી રહ્યા છે અને પોતાનું ઘર ભૂલી ગયા હોય તેમ જણાય છે.

આ સંવેદનશીલ માહિતી મળતાની સાથે જ ૧૮૧ અભયમ ટીમ એ તાત્કાલિ સ્થળપર પહોંચ્હી માજીને આશ્વાસન આપી અત્યંત ધીરજપૂર્વક કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું. પરંતુ, વધુ ઉંમર હોવાને કારણે માજી પોતાના રહેઠાણ અંગે કોઈ સ્પષ્ટ વિગત આપી શકતા ન હતા. પરિસ્થિતિની ગંભીરતાને સમજીને અભયમ ટીમે તાત્કાલિક ૧૧૨ જનરક્ષકટીમ સાથે વહીવટી સંકલન સાધ્યું હતું. બંને ટીમ એ સંયુક્ત રીતે ટેકનિકલ માધ્યમો અને સ્થાનિક સ્તરે સઘન શોધખોળ કરીને માજીના પરિવારનો સંપર્ક શોધવામાં સફળતા મેળવી હતી. પરિવારના કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ પરિવાર મૂળ ઉત્તર પ્રદેશ નો વતની છે અને રોજગારી અર્થે મોરબીની કંપનીમાં મજૂરી કામ કરે છે. પરિવારના સભ્યો કામમાં વ્યસ્ત હતા ત્યારે માજી અલ્ઝાઈમર (ભૂલી જવાની બીમારી) અને અશક્તતાના કારણે કોઈને કહ્યા વિના અચાનક ઘરેથી નીકળી ગયા હતા. પરિવારે પણ તેમની ઘણી શોધખોળ કરી હતી પરંતુ કોઈ ભાળ મળી ન હતી. અભયમ અને જનરક્ષક ટીમ એ માજીને સહી-સલામત તેમના પરિવારને સોંપીને ભવિષ્યમાં તેમની વિશેષ કાળજી અને સંભાળ રાખવા માટે પરિવારના સભ્યોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પોતાની વ્હાલસોયી માતાને હેમખેમ પરત મેળવી ભાવુક બનેલા પરિવારે બંને ટીમ નો  આભાર વ્યક્ત કર્યો હતો.

માળિયા (મી) આઇટીઆઇ ખાતે ભરતી મેળો મોકૂફ

મોરબી જિલ્લાના રોજગાર ઈચ્છુક ઉમેદવારો માટે જિલ્લા રોજગાર અને તાલીમ વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૦૪/૦૬/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઇ.ટી.આઇ. માળિયા-મિયાણા (ચાચાવદરડા-પીપળીયા ચોકડી, માળિયા-મિયાણા હાઇવે) ખાતે તાલુકા કક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોજગાર ભરતી મેળો હાલના તબક્કે અનિવાર્ય કારણોસર મોકૂફ રાખવામાં આવ્યો છે. માળિયા-મિયાણા તાલુકા અને મોરબી જિલ્લાના તમામ સંબંધિત આઇ.ટી.આઇ. પાસ, ટેકનિકલ કે અન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તેમજ એમ્પ્લોયર્સ (ઉદ્યોગકારો) એ આ ફેરફારની સર્વે સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે.




Latest News