મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત


SHARE







વધુ એક હત્યા: ટંકારાના નસીપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત

ટંકારાના નસીપર-રાજપર રોડ ઉપર આવેલ કારખાના નજીક વાહનમાં ક્લિનરની જેમ સાથે જતા યુવાનને ચોરી બાબતે માર મારવામાં આવ્યો હતો.ત્યારે યુવાનને માથાના ભાગે બોથપદાર્થ મારવામાં આવતા તે યુવાનનું મોત નીપજયું હતું.ત્યાર બાદ યુવાનના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને હત્યાના બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી મૃતક યુવાનની ઓળખ મેળવીને હત્યાના બનાવમાં ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી છે.

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા રવિભાઈ બાબુભાઈ ચોરાસા (33) નામના યુવાનને માથામાં બોથપદાર્થ માર્યો હોવાથી તેનું મોત નીપજયું હતુ.અને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા.જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.વધુમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.ડી.ઝાલા પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક રવિ બાબુભાઈ ચોરસા મૂળ ઉત્તર ગુજરાતનો રહેવાસી છે અને આઇસર ટ્રકમાં ક્લીનરની જેમ સાથે જતો હતો.દરમિયાન તેના શેઠ અનિલભાઈ મકવાણા સાથે વાહનમાં ગયો હતો અને અનિલભાઈનું પાકીટ ચોરાયું હતું.જે પાકીટ મૃતક રવિ ચોરાસા પાસેથી મળી આવ્યું હતું.જેથી ચોરી બાબતે ટંકારાના નસીપર-રાજપર રોડ ઉપર આવેલ વેદા કારખાના નજીક મૃતક યુવાનને માર માર્યો હતો ત્યારે તેને માથામાં બોથપદાર્થ માર્યો હોવાથી રવિ ચોરસાનું મોત નીપજયું હતું.ત્યાર બાદ તેના મૃતદેહને અનિલભાઈ મકવાણા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.અને આ બનાવ સંદર્ભે મોરબી પોલિસે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરી હતી.જેથી ટંકારા પોલીસે હત્યાના બનાવ સંદર્ભે ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી છે. #morbi #મોરબી

અકસ્માતમાં ઇજા

મોરબીમાં દલવાડી સર્કલ પાસે આવેલ ઉમ રેસીડેન્સી ખાતે રહેતા રોહિતભાઈ છગનભાઇ ગુઢડીયા (43) અને સતિષભાઈ મગનભાઈ ગુઢડીયા (36) નામના બે યુવાન રવાપરથી ઘૂંટડા ચોકડી તરફ જવાના રસ્તા ઉપર હતા તારે વાહન અકસ્માતના બનાવમાં તેઓને ઇજા થઈ હતી જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

વાંકાનેર ખાતે રહેતા મનીષભાઈ સુરેશભાઈ બિનવાલ (30) અને ઉદેશી કાળુભાઈ બિનવાલ (26) નામના બે યુવાનો ચંદ્રપુર બીજ પાસેથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઇકને કોઈ કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં બંને યુવાનોને ઇજા થઈ હોવાથી બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં સારવારમાં

મોરબીના ખીજડીયા ગામ પાસે આવેલ રામ પોલિપેક નામના કારખાનામાં સમીર શેરમામદ કટિયા (17) રહે. મચ્છીપીઠ મોરબી વાળાને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News