વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર માળીયા (મી)ના ખીરઈ ગામનો બનાવ: આ ખેતર અમારું છે કહીને ખેતરના મલીકને ભાડાકે દેવાની બે શખ્સે આપી ધમકી મોરબીમાં કતલખાને લઈ જવાતા પાડાને ગૌ રક્ષકોએ બચાવ્યો: બે સામે ફરિયાદ મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ
Breaking news
Morbi Today

ખેડૂતોના ખેતરમાં વીજપોલ ઊભા થવાથી આપઘાત કરવા પડે તેવો ઘાટ: હળવદ માર્કેટ યાર્ડને વેપારીઓ-ખેડૂતોનો બાઇક-કાર રેલી સાથે અનોખો વિરોધ


SHARE







ખેડૂતોના ખેતરમાં વીજપોલ ઊભા થવાથી આપઘાત કરવા પડે તેવો ઘાટ: હળવદ માર્કેટ યાર્ડને વેપારીઓ-ખેડૂતોનો બાઇક-કાર રેલી સાથે અનોખો વિરોધ

મોરબી જિલ્લાના હળવદ માર્કેટ યાર્ડથી લઈને જેતપર ગામે આવેલ આંદોલનકારીઓની ઉપવાસી છાવણી સુધી હળવદના વેપારીઓ અને ખેડૂતોની બાઈક અને કારેલી યોજાઇ હતી અને તેમાં અંદાજે 1200 થી 1500 જેટલા લોકો જોડાયા હતા અને આ રેલી નીકળી હતી ત્યારે હળવદથી લઈને જેતપર ગામ સુધીનો માર્ગ “જય જવાન, જય કિસાન”ના નારાથી ગુંજી ઉઠ્યો હતો

મોરબી જિલ્લાના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને ગામો ગામથી ખેડૂતો સહિતના લોકોનું સમર્થન મળી રહ્યું છે અને રોજ મોટી સંખ્યામાં મહિલાઓ, ખેડૂતો, વિવિધ સમાજ અને સંગઠનના લોકો ઉપવાસી છાવણી ખાતે આવતા હોય છે અને ત્યાં ખેડૂતો દ્વારા પોતાના હક માટે જે લડાઈ કરવામાં આવી રહી છે તેને સમર્થન આપતા હોય છે આજે હળવદ માર્કેટ યાર્ડના વેપારીઓ દ્વારા સ્વયંભુ રીતે સવારથી જ માર્કેટ યાર્ડ બંધ રાખવામાં આવ્યું હતું અને સાંજે 5:00 વાગ્યે હળવદ માર્કેટ યાર્ડ ખાતેથી બાઈક અને કાર સાથે હળવદ માર્કેટ યાર્ડના વેપારીઓ અને ખેડૂતો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલીને જેતપર ગામે આવેલ ઉપવાસીઓની છાવણી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી અને આ રેલી જ્યારે હળવદ માળિયા હાઇવે રોડ ઉપરથી પસાર થઈ હતી અને રેલી જેતપર ગામ સુધી પહોંચી ત્યારે મુખ્ય માર્ગ “જય જવાન જય કિસાન”ના નારાથી ગુંજી ઉઠ્યો હતો આટલું જ નહીં પરંતુ ખેડૂતોના ખેતરની અંદર અત્યારે જે રીતે દાદાગીરી કરીને ખાનગી વીજ કંપનીના વીજપોલ ઊભા કરવામાં આવી રહ્યા છે તે વીજપોલની એક પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી હતી અને ખેડૂતોના ખેતરની અંદર વીજપોલ ઉભો થવાના કારણે કેટલાક ખેડૂતોને આપઘાત કરવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેમ છે તેના માટેનો અનોખો વિરોધ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો. અને ખેડૂતો હાલમાં તેના હક્ક માટે જે લડત ચલાવી રહ્યા છે તેમાં અંત સુધી સાથે રહેવા માટેની હળવદ માર્કેટ યાર્ડના વેપારીઓ અને ખેડૂતો વતી હળવદ વેપારી મહામંડળના પ્રમુખ વિનોદભાઈ દલસાણીયાજેતપર ગામના ઉપવાસીઓ અને ખેડૂતોને ખાતરી આપી હતી






Latest News