મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ગજવનાર રાજ્યમંત્રીના ભાઈના સ્ટોન ક્રોસરમાં રવિવારે સ્ટોક વેરિફિકેશન માટે ખાણ ખનીજની ટીમ ત્રાટકતા !, અનેક તર્કવિતર્ક


SHARE







મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ગજવનાર રાજ્યમંત્રીના ભાઈના સ્ટોન ક્રોસરમાં રવિવારે સ્ટોક વેરિફિકેશન માટે ખાણ ખનીજની ટીમ ત્રાટકતા !, અનેક તર્કવિતર્ક

મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે ડેલ્ટા સ્ટોન નામનો ભરડીઓ (સ્ટોન ક્રેશર) આવેલો છે અને ત્યાં આજે રવિવારના દિવસે સ્ટોક વેરિફિકેશન માટે ખાણ ખનીજ વિભાગની ટીમ ત્રાટકી હતી જેથી અનેક તર્ક વિતર્ક થવા લાગ્યા છે કારણ કે બે દિવસ પહેલા આ સ્ટોનના ભાગીદાર અને રાજ્યમંત્રીના ભાઈ દ્વારા જેતપર ગામે સભા ગજવવામા આવી હતી ત્યારબાદ રવિવારના દિવસે ખાણ ખનીજ વિભાગ અને વીજ કંપનીની ટીમના અધિકારીઓ કામગીરી કરવા માટે સ્ટોન ક્રશર ખાતે પહોંચ્યા હોવાથી હાલમાં અનેક તર્કવિતર્ક થવા લાગ્યા છે

સામાન્ય રીતે અધિકારીઓ રવિવારના દિવસે કામગીરી કરવાનું ટાળતા હોય છે પરંતુ આજે મોરબીમાં ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા રવિવારના દિવસે ટીંબડી ગામના પાટીયા પાસે બસ સ્ટેન્ડની સામેના ભાગમાં આવેલ ડેલ્ટા સ્ટોન નામના સ્ટોન ક્રશર ખાતે સ્ટોક વેરિફિકેશન માટેનું કામ કરવામાં આવ્યું હતું આટલું જ નહીં પરંતુ વીજ કંપનીની ટીમ પણ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ હતી જેથી કરીને અનેક તર્કવિતર્ક થવા લાગ્યા છે

આ સ્ટોન ક્રશરના ભાગીદાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ અમૃતિયા છે અને તેઓ પહેલા દિવસથી જ જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનની સાથે જોડાયેલા છે આટલું નહીં પરંતુ તેઓએ 19 દિવસ સુધી ઉપવાસી છાવણી ખાતે બેસીને આમરણાંત ઉપવાસ પણ કર્યા હતા અને આંદોલન પૂર્ણ થયા બાદ ગત તા. 9 ના રોજ જુદા જુદા જિલ્લાના જે ખેડૂત આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને તેઓની હાજરીમાં સભા યોજાઈ હતી આ સભામાં રાકેશભાઈ અમૃતિયા આભાર વિધિ કરવા માટે તેને ઉભા થયા હતા અને ત્યારબાદ તેઓએ રાજ્યના મિનિસ્ટરોને 108 માં ઘાલવાની તેમજ તેઓના ઝભા પાડવાની વાત કરી હતી.

તે ઉપરાંત મોરબી જિલ્લાના પૂર્વ કલેકટર માટે પણ અશોભનીય કહી શકાય તેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો અને તેઓને મોરબી ખાતે લાવીને ખેતરમાં ઊભા થતા ખાનગી વીજ કંપનીના વીજપોલ સાથે બાંધવાની ચીમકી ઉચ્ચારી હતી આ વાતની શાહી સુકાઈ નથી ત્યાં રવિવારે અચાનક જ ખાણ ખનીજ વિભાગની ટીમ તથા વીજ કંપનીની ટીમ રાકેશભાઈ અમૃતિયાના ભરડીયા ખાતે સ્ટોક વેરિફિકેશન અને અન્ય તપાસની કામગીરી માટે પહોંચી હતી જેથી કરીને અનેક તર્કવિતર્ક થવા લાગ્યા છે અને આગામી સમયમાં રાકેશભાઈ અમૃતિયાના સ્ટોન ક્રેશર ખાતે થયેલી કામગીરીના પડઘા ખેડૂત આંદોલનમાં જોવા મળે તો નવાઈ નથી.






Latest News