મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું તેરા તુજકો અર્પણ: વાકાનેર તાલુકા પોલીસે 5.17 લાખના 21 મોબાઇલ મૂળ માલિકને પાછા આપ્યા મોરબીમાં બે રેડમાં દારૂની 12 બોટલ સાથે બે શખ્સો ઝબ્બે વાંકાનેર સહિત મોરબી જિલ્લાના રેલ્વે પ્રશ્નો અંગે જનરલ મેનેજરને રજૂઆત કરતા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા મોરબીના જેતપર ગામેથી શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલ આંદોલન ગુજરાત વ્યાપી બને તેવા સંકેત: આંદોલન સમિતિ
Breaking news
Morbi Today

સરકારે વીજપોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિના પરિપત્રનો ખુલ્લો વિરોધ: મોરબીમાં પદયાત્રા યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું


SHARE







સરકારે વીજપોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિના પરિપત્રનો ખુલ્લો વિરોધ: મોરબીમાં પદયાત્રા યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

સમગ્ર ગુજરાતમાં જે ખાનગી કંપનીના વીજપોલ ખેડૂતોના ખેતરની અંદર ઉભા કરવામાં આવી રહ્યા છે તેના માટે સરકાર દ્વારા વળતરની નવી નીતિ જાહેર કરીને  પરિપત્ર પણ બહાર કરવામાં પાડવામાં આવ્યો છે જોકે, તેનો જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલન દરમિયાન જેતપર ગામના ખેડૂતો દ્વારા અસ્વીકાર કર્યો હતો અને ત્યારબાદ આંદોલન પાર્ટ 3 ની જાહેરાત કરવામાં આવી હતી અને આજે સત્યાગ્રહ પાર્ટ-3 ના ભાગરૂપે મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી કલેકટર કચેરી તરફ મોરબી સહિત અન્ય જિલ્લાના ખેડૂતો દ્વારા કૂચ કરવામાં આવી હતી અને કલેકટરને જુદી જુદી ગ્રામ પંચાયતોના લેટરપેડ સાથે સરકારના વળતર નીતિ માટેના નવા પરિપત્રનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ખેડૂતોની માંગણી મુજબ વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપનીના વીજપોલ સામે પૂરતું વળતર અને પહેલા વળતરની માંગ સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું દરમ્યાન પહેલા પ્રતિક ઉપવાસ અને ત્યારબાદ 19 દિવસ સુધી જેતપર ગામે ઉપવાસી છાવણી રાખીને આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું દરમિયાન સરકાર દ્વારા ખાનગી વીજ કંપનીના વીજપોલ અને કોરિડોર માટે વળતરની નવી નીતિ જાહેર કરવામાં આવી હતી અને તેનો પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે જોકે તે પરિપત્રનો અભ્યાસ કર્યા બાદ જેતપર ગામના ખેડૂતો દ્વારા આ પરિપત્રને લોલીપોપ સમાન ગણાવીને તેનો અસ્વીકાર કર્યો હતો અને આંદોલન પાર્ટ 3 માટેની જાહેરાત કરવામાં આવી હતી.

આજે મોરબીની મહેન્દ્રનગર ચોકડી ખાતે ન માત્ર જેતપર ગામ કે મોરબી જિલ્લો પરંતુ આસપાસના જિલ્લાના ખેડૂતો આવી પહોંચ્યા છે અને અહીંથી પદયાત્રા યોજીને મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં જુદીજુદી 300 થી વધુ ગ્રામ પંચાયતોના લેટરપેડ સાથે સરકાર દ્વારા વીજપોલના વળતર માટે જાહેર કરવામાં આવેલ નવી નીતિ અને તેના પરિપત્રનો લેખિતમાં વિરોધ કરવામાં આવ્યો અને ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર જે વીજપોલ ઊભા કરવામાં આવે છે તેની સામે તેઓની માંગણી મુજબ નુકશાની ધ્યાને લઈને પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

આજે મોરબીમાં યોજાયેલ ખેડૂતોની પદયાત્રામાં મહિલાઓ સહિત અંદાજે 1000 જેટલા લોકો જોડાયા હતા અને જય જવાન જય કિસાનના નારાથી મોરબીના માર્ગ ગોજીયા હતા હાલમાં ખેડૂતોની એક જ માંગ છે કે ખેડૂતોને તેઓની માગણી મુજબનું વળતર ચૂકવવામાં આવે ત્યાર પછી તેઓના ખેતરની અંદર વીજપોલ ઊભા કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવે અને જ્યાં સુધી ખેડૂત વળતર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી જ ખેડૂતો દ્વારા આંદોલન ચાલુ રાખવામાં આવશે અને ખેતરની અંદર વીજ પોલ ઊભા કરવા દેવામાં નહીં આવે તેવી ખુલ્લી ચેતવણી સરકાર અને ખાનગી વીજ કંપનીને આપવામાં આવી હતી.






Latest News