મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબી પાંજરાપોળ દ્રારા પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન, ગૌશાળા સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ્ય સાથે શનિવારે વિશેષ ચર્ચા સભા


SHARE





મોરબી પાંજરાપોળ દ્રારા પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન, ગૌશાળા સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ્ય સાથે શનિવારે વિશેષ ચર્ચા સભા

 

મોરબી પાંજરાપોળ (મકનસર)મોરબીના આયોજનથી પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન,  ગૌશાળા સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ્ય સાથે એક વિશેષ ચર્ચા સભા, વક્તવ્ય અનેં પ્રશ્નોતરીનું આયોજન કરેલ છે.જેમાં સૌ ગૌ ભક્તો, ગૌ પ્રેમીઓ, શ્રેષ્ઠીઓ ઉદ્યોગપતિઓને પધારવા જાહેર આમંત્રણ છે.

જેમાં મુખ્ય વિષય તરીકે પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન, ગૌશાળા ઉત્થાન, ગૌ સંવર્ધન અને ગૌ ઉત્પાદનો દ્વારા આત્મનિર્ભર ગૌશાળા ગૌશાળા એક ઉદ્યોગની દ્રષ્ટિએ રહેશે.જેમાં અતિથિ વિશેષ તરીકે રાજયમંત્રી કાંતિભાઈ અમૃતિયા હાજરી આપશે.તેમજ મુખ્ય વક્તા તરીકે અશ્વિનભાઇ જીવાણી (હેડ ઓફ ડિપાર્ટમેન્ટ-ગૌ વિશ્વવિદ્યાપીઠમ્,), "સક્ષમ" પ્રાંત ઉપાધ્યક્ષ, NCERT મેમ્બર માહીતી આપશે.કાર્યક્રમની વિગત જોઇએ તો તા.૧૮-૭ ને શનિવારે બપોરે ૩ થી ૭ મોરબી પાંજરાપોળ મકનસર તા.જી.મોરબી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયેલ છે.તેમ મોરબી પાંજરાપોળ ગૌશાળા-મકનસરના ચેરમેન તથા સર્વે ટ્રસ્ટીશ્રીઓએ યાદીમાં જણાવેલ છે.




Latest News