વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના પરશુરમધામ ખાતે મોદીના દીર્ઘાયુ માટે મંત્રીની હાજરીમાં મહામૃત્યુંજય યજ્ઞ યોજાયો


SHARE







મોરબીના પરશુરમધામ ખાતે મોદીના દીર્ઘાયુ માટે મંત્રીની હાજરીમાં મહામૃત્યુંજય યજ્ઞ યોજાયો

મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દીર્ઘાયુ અર્થે મહા મૃત્યુંજય યજ્ઞ અને ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહા મૃત્યુંજય યજ્ઞ અને ગાયત્રી યજ્ઞમાં પંચાયત, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર, (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ વિશેષ ઉપસ્થિત રહી યજ્ઞમાં આહુતી અર્પણ કરી દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. અત્રે ઉલેખનીય છે કે, પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કાફલા સાથે બનેલ ઘટનાનો વિરોધ કરવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતાયુ માટે મોરબી બ્રહ્મ સમાજ દ્વારા મૃત્યુંજય યજ્ઞનું આયોજન કરાયું હતુ. આ તકે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, ભૂપતભાઇ પંડ્યા, હસુભાઈ પંડ્યા, નલિનભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સહિત મોરબી જિલ્લા, શહેર સંગઠન પરિવારના અગ્રણીઓ, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા




Latest News