અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

નારણકા ગામે માઇનર-૪ ને સબમાઇનર લિફ્ટમાં ફેરવી ન હોવાથી સિંચાઇની પાણી મળતું નથી


SHARE











ખેડૂતોને અન્યાય: મોરબીના નારણકા ગામે માઇનર-૪ ને સબમાઇનર લિફ્ટમાં ફેરવી ન હોવાથી સિંચાઇની પાણી મળતું નથી

મોરબીના નારણકા ગામના ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે જેમાં માઇનર-૪ માંથી નારણકા ગામના સીમાળામાં આવતી સબમાઇનરને લિફ્ટમાં ફેરવી ન હોવાથી સબમાઇનરના ખેડૂતો છેલ્લા બે વર્ષથી સિંચાઇનું પાણી મળી રહ્યું નથી તથા મચ્છુ-૨ની માઇનર-૪ (ડી-૨)માં ખેતર પાણીથી ભરાઇ જવાના કારણે ખેડુતોના પાક નિષ્ફળ જાય છે. જેથી નારણકા ગામના મહિલા સંરપંચ ભગવતીબેન રમેશભાઈ મેરજાએ નાયબ કાર્યપાલ ઇજનેરને લેખિત રજુઆત કરી છે.

નારણકા ગામના મહિલા સંરપંચ ભગવતીબેન રમેશભાઈ મેરજાએ કરેલી લેખિત રજુઆતમાં જણાવાયું છે કે, મચ્છુ-ર સિંચાઈ યોજનાની ડી- ર ની ૪ નંબરની માઇનર નારણકા ગામના સીમાડા માંથી પસાર થાય છે. આ માઇનરના છેવાળે પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા નથી, જેથી આ માઇનરના છેવાળેથી સિંચાઈ દરમિયાન વધારાનું પાણી ખેવારીયા-દેરાળા માર્ગે (ગાડા માર્ગ) માં પાણી નીકળે છે. અને આ પાણીના લીધે ગામના ખેડૂતોને ખેતરે જવાનો રસ્તો બંધ થઇ જવાથી બીજા ખેડૂતોના ખેતરમાંથી પસાર થઈને જવું પડે છે. વધુમાં આજ ગાડા માર્ગે નિકાલ પામતું પાણી નારણકા ગામના અંદાજે પાંચ નીચાણવાળા ખેતરોમાં દરેક સિઝનમાં ભરાઇ જવાથી આ ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે અથવા તો ખેતરો ભરાયેલ રહેવાના લીધે વાવણી થઇ શકતી નથી. જે બાબતે છેલ્લી ત્રણ સીઝન એટલે કે, દોઢ વર્ષથી નાયબ કાર્યપાલક ઇજનેરને વારંવાર રજૂઆત કરેલ છે. છતા આજ સુધી આ સમસ્યાનું નિરાકરણ આવેલ નથી.

 

ત્યારે નુકશાની ભોગવતા ખેડૂતોના જણાવ્યા મુજબ માઇનર ૪ માંથી આવતા વધારાના પાણીને નીચાણવાળા ભરાતા રહેતા ખેતરના શેઢાથી ૯૦૦ મીટર લંબાઇમાં અંડરગ્રાઉન્ડ મોટા પાઇપ પાથરી દેવાથી આ પાણીનો સલામત નિકાલ થઇ શકે તેમ છે. અથવા તો આ માઇનર ૪ના છેવાળેથી બોડા હનુમાન તળાવ સુધી પાઇપ પાથરીને આ પાણીને સલામત નિકાલ આપી શકાય છે. વધુમાં આ માઈનર ૪ માંથી નારણકા ગામના સીમાડામાં આવતી સબમાઇનરને લિફ્ટમાં ફેરવી ન હોવાથી આ સબમાઇનરના ખેડૂતો છેલ્લા બે વર્ષથી સિંચાઇથી વંચિત રહે છે. મચ્છુ-૨ ની બધી માઇનરને લિફ્ટમાં ફેરવી છે. પરંતુ આ સબમાઇનરને લિફ્ટમાં ફેરવી ન હોવાથી નારણકા ગામના ખેડૂતોને અન્યાય થય રહ્યો છે. જેથી ઉપરોક્ત બન્ને પાણીના નિકાલ તેમજ સબમાઇનરને લિફ્ટમાં ફેરવવાની સમસ્યાને ગંભીરતાને ધ્યાને લઈ નિરાકરણ લાવવા રજુઆત કરી છે.

 






Latest News