વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં કિચન ગાર્ડનીંગ વર્કશોપ-૨૦૨૨નું આયોજન કર્યું


SHARE







મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં કિચન ગાર્ડનીંગ વર્કશોપ-૨૦૨૨નું આયોજન કર્યું

મોરબી નવયુગ મહિલા સાયન્સ કોલેજ દ્વારા ડે-સેલીબ્રેશન વીકનું આયોજન કરેલ હતું. જેમાં ગો-ગ્રીન ડે નું સેલીબ્રેશન કરવામાં આવ્યું હતું. આ દિવસને T.Y.B.Sc ના બોટની ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ્સએ કિચન ગાર્ડનીંગ વર્કશોપનું આયોજન કરીને ખાસ બનાવ્યો હતો. આ વર્કશોપમાં કોલેજના તમામ સ્ટુડન્ટ્સને કપમાં બીજ આપીને અંકુરીત કરવાની મેથડ સમજાવીને તેના ફાયદા સમજાવ્યા હતા. અને કેમિકલવાળા અને ઓછા ન્યુટ્રીશનવાળા વેજીટેબલ અને ફ્રુટના લીધે ઘણા બધા શરીરમાં રોગ જેવાકે ડિપ્રેશન, ડાયાબીટીશ, કેન્સર વગેરે થાય છે. જેનાથી બચવા માટે આપણે ઓર્ગેનિક વેજીટેબલ અને ફ્રુટ ખાવા જોઇએ. કિચન ગાર્ડનમાંથી આપણે  ફ્રેશ, ઓર્ગેનિક, ન્યુટ્રીશનયુક્ત અને કોસ્ટ ફ્રી વેજીટેબલ અને ફ્રુટ મેળવી શકીએ છીએ. આખા વિશ્વમાં ૨૦૨૧નું વર્ષ ઓર્ગેનિક ફ્રુટ અને વેજીટેબલ યર તરીકે જાહેર કરવામાં આવ્યું હતુ. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પોતાના ઘરે એક ઝાડ ઉગાડીને જાગૃતતા આપી હતી. અને નાણાંમંત્રી નિર્મલા સિતારામને ૨૦૨૨-૨૩ના બજેટમાં ઓર્ગેનિક ખેતીને પ્રાધાન્ય આપ્યું છે. સમગ્ર આયોજન સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાના માર્ગદર્શન હેઠળ અને મેનેજીંગ ટ્રસ્ટી બલદેવભાઇ સરસાવાડીયા, પ્રિન્સિપાલ ડો.વરૂણ ભીલા અને તમામ વિભાગના પ્રિન્સિપાલઓની હાજરીમાં કર્યુ હતું. આ સમગ્ર આયોજન પ્રોફેસર રીંકલ સિદપરાના માર્ગદર્શન હેઠળ કર્યું હતુ. અને વર્કશોપને સફળ બનાવવામાં બોટની ડિપાર્ટમેન્ટના હેડ દિવ્યા દેત્રોજા અને અન્ય સ્ટાફએ જહેમત ઉઠાવી હતી.




Latest News