મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે પુલવામા આતંકી હુમલામાં શહીદ જવાનોની યાદમાં બ્લેક ડે ઉજવાયો


SHARE







મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે પુલવામા આતંકી હુમલામાં શહીદ જવાનોની યાદમાં બ્લેક ડે ઉજવાયો

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ વિરપર ખાતે ૧૪ ફેબ્રુઆરીના દિવસને કંઈક અલગ અંદાજમાં ઉજવાયો હતો.૧૧ કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા ૧૪ ફેબ્રુઆરીએ પશ્ચિમી સંસ્કૃતિના વેલેન્ટાઇન ડે ઉજવવાને બદલે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી તેમજ આ હુમલાના વિરોધમાં બ્લેક ડે ઉજવવામાં આવ્યો હતો.આ પ્રસંગે દીકરીઓ દ્વારા માતા-પિતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતું ડ્રામા સોંગ રજૂ કરવામાં આવ્યું અને માતા-પિતાના આશીર્વાદ લઈ એવી પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે ભારતની ભવ્ય સંસ્કૃતિએ આપેલ માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવના વિચારને સાર્થક કરતા માતા-પિતા માટે અમે આદર્શ સંતાન બની રહેશું તેમજ તેમની લાગણીઓને ક્યારેય નહિ દૂભવીએ.ભારતીય સંસ્કૃતિ પર પશ્ચિમી સંસ્કૃતિના પ્રહારો સામે વિદ્યાર્થીઓને જાગૃત કરવાના ઉમદા હેતુ સાથે સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન હાથ ધરાયું હતું.




Latest News