મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારા સી.આર.સી.  કક્ષાની  પુસ્તક વાચક સ્પર્ધા યોજાઇ


SHARE













ટંકારા સી.આર.સી.  કક્ષાની  પુસ્તક વાચક સ્પર્ધા યોજાઇ

ટંકારા સી.આર.સી. હેઠળની પેટા શાળાઓની  સી.આર.સી.  કક્ષાની  પુસ્તક વાચક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં  ટંકારા કુમાર તાલુકા શાળા, ટંકારા કન્યા શાળા,ગાયત્રીનગર તાલુકા શાળા, કલ્યાણપર પ્રા. શાળા, જબલપુર પ્રા. શાળા, હીરાપર પ્રા. શાળા, અમરાપર પ્રા. શાળા, તથા ટોળ પ્રા. શાળા દ્વારા  શાળા કક્ષાએ ધો. ૬ થી ૮ ના વિજેતા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો અને વ્યવસ્થા તથા નિર્ણાયક  તરીકે  રસિકલાલ ભાગિયા (કે.નિ.-ટંકારા) બોસમીયા મોનિકાબેન, વાણિયા મિતાબેન, હોથી મિતલબેન, વડસોલા કિંજલબેન, રસિલાબેન દેવડા, કારેલિયા ગજેન્દ્રભાઇ, વિરમગામા રસિકલાલ, અને પટેલ બ્રિજેશભાઇ, અંદરપા સંજયભાઈએ સેવા આપેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેતનભાઇ ભાગિયાએ કરેલ હતું આગામી તાલુકા કક્ષાએ  પુસ્તક વાચક સ્પર્ધામાં ભાગ લેવા માટે ધો.૬ માં ફેફર માહી (હીરાપર પ્રા. શાળા), ધોરંણ ૭ માં વડગામા અમન (ટંકારા કુમાર તાલુકા શાળા) અને ધોરણ ૮ માં  ઝાપડા જિજ્ઞેશ (ટંકારા કુમાર તાલુકા શાળા)ને વિજેતા જાહેર કરેલ છે અને સી.આર.સી. કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધામાં બાળકોએ પોતાના કૌશલ્ય રજૂ કરવા બદલ સૌ શિક્ષકો અને વિદ્યાર્થીઓને સી.આર.સી.કો-ઓર્ડિ. હેમતભાઇ ભાગિયાએ પ્રોત્સાહન પુરૂ પાડેલ હતું અને અંતમાં આભારવિધિ ટંકારા કુમાર તાલુકા શાળાના આચાર્ય પરેશભાઇ દુબરીયા કરી હતી






Latest News