મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારામાં ગાળો બોલવાની ના કહેતી મહિલાના દીકરા અને દિયરને છરીના ઘા ઝીકયા, સામસામી ફરિયાદ


SHARE







ટંકારામાં ગાળો બોલવાની ના કહેતી મહિલાના દીકરા અને દિયરને છરીના ઘા ઝીકયા, સામસામી ફરિયાદ

ટંકારામાં ઉગમણા નાકે સ્મશાન પાસે રહેતી મહિલા તેના ભાણેજને બાલમંદીર મૂકવા માટે જતી હતી ત્યારે ગાળો બોલતા ત્રણ શખ્સોને ગાળો બોલવાની ના કહી હતી જેથી આ શખ્સો રાતે તેના ઘરે આવ્યા હતા અને મહિલાના દીકરા તેમજ દિયરની સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને બાદમાં આરોપી પાસે રહેલ છરીના ઘા મહિલાના દીકરા તેમજ દિયરને ઝીકિ દીધા હતા જેથી કરીને આંતરડા બહાર આવી ગયા હોવાથી તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે અને આ બનાવમાં સારવાર લીધા બાદ યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી ટંકારા ૧૦૦ ચોરસ વારમા પ્લોટ દ્વારકાધીશ જીનની પાસે રહેતા રમેશભાઈ પ્રેમજીભાઈ જાદવ (૨૮)એ હાલમાં સતીષ ઉર્ફે સાગર ગૌતમભાઈ સારેસા, ગૌતમભાઈ કાંતીભાઈ સારેસા તથા જયેશ ઉર્ફે જગદીશ ટપુભાઈ જાદવ રહે. ત્રણેય ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના ભાભી હંસાબેન તેના ભાણેજને બાલમંદીર મુકવા જતા ત્યારે આરોપીઑ ગાળો બોલતા હતા જેથી ગાળો બોલવાની ના કહી હતી માટે ઉશ્કેરાઈ ગયેલા શખ્સો ફરિયાદીના ભાભીને ગાળો દેવા લાગ્યા હતા અને ત્યારબાદ રાત્રીના સમયે ફરિયાદી તેના ભત્રીજા અમીત સાથે તેના ઘર પાસે બેઠા હતા ત્યારે ત્રણેય આરોપીઓએ ત્યાં આવીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી

ત્યારે પણ ફરિયાદીએ ગાળો આપવાની ના કહેતા સતીષ ઉર્ફે સાગર ગૌતમભાઈ સારેસા ફરિયાદી રમેશભાઈ અને તેના ભત્રીજા અમીતને છરી વડે બંનેને ડાબા પડખે ઘા માર્યા હતા તેમજ દિનેશભાઈને ડાબા હાથમા છરી મારી હતી અને આરોપી ગૌતમભાઈ કાંતીભાઈ સારેસાએ તેના હાથમાના લાકડાના ધોકા વડે ફરિયાદી અને સાહેદોને માર માર્યો હતો જેથી રમેશભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૩૨૬, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

તો સામાપક્ષેથી સતીષભાઇ ગૌતમભાઇ સારેસા (૨૩)એ હરેશ દુદાભાઇ જાદવ, અમીત દિનેશભાઇ જાદવ તથા હક્કો પ્રમજીભાઇ જાદવ રહે. ત્રણેય ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી હરેશના કુટુંબીક કાકી સાથે બોલાચાલી થયેલ હતી જે સારૂ નહિ લાગતા હરેશે ફરિયાદીને ગાળો આપી હતી અને હક્કો જાદવે તેને પકડી રાખ્યો હતો અને અમિતે તેને ધોકાવડે જમણા પડખામા તથા એક ઘા ડાબા પગના પોચાના ભાગે માર્યો હતો અને ઢીકા પાટુનો માર માર્યો હતો જેથી પોલીસે તેની ફરિયાદ લઈને આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબ ગુનો નોંધીને રાવબેતા મુજબની કાર્યવાહી કરેલ છે






Latest News