મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

યુક્રેનથી મોરબીના રવપર ગામે પરિવારજન પાસે પહોચેલા કુલદીપનું સાંસદ મોહનભાઈ સહિતનાએ સ્વાગત કર્યું


SHARE













યુક્રેનના ટાર્નોપીલથી મોરબીના રવપર ગામે પરિવારજન પાસે પહોચેલા કુલદીપ દવેનું સાંસદ મોહનભાઈ સહિતનાએ સ્વાગત કર્યું

રશિયા અને યુક્રેન વચ્ચે હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ જે યુક્રેનમાં અભ્યાસ કરવા માટે ગયા હતા તે ત્યાં ફસાયા છે દરમ્યાન મોરબીનો વિદ્યાર્થી યુક્રેનમાં એમબીબીએસના અભ્યાસ માટે ગયેલ હતો તે યુક્રેનના ટાર્નોપીલમાં ફસાયો હતો જેને પરત લાવવા માટે પરિવારજનો ચિંતિત હતા ત્યારે સરકારની દરમ્યાનગીરીથી આ વિદ્યાર્થી તેના ઘરે આવી પહોચ્યો છે ત્યારે સાંસદ મોહનભાઇ કુંડારિયા સહિતના ભાજપના આગેવાનો અને તેના પરિવારજનોએ તેનું સ્વાગત કર્યું હતું

 

રશિયાએ ગત ગુરુવારે સવારથી યુક્રેન ઉપર મિસકોલ મારો શરૂ કર્યો છે અને અનેક જગ્યા ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાથી હાલમાં બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે અને ઘણી બધી મિલકતોને નુકસાન કરવાની સાથોસાથ આર્મીની ઘણી બધી સામગ્રીઓને પણ તોડી પાડવામાં આવેલ છે ત્યારે યુક્રેનની અંદર ફસાયેલા ભારતીય નાગરિક તેમજ વિદ્યાર્થીઓને પરત લાવવા માટે થઈને ભારત સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં ઘણા વિદ્યાર્થીઓ યુક્રેનથી પરત ભારત આવી ગયા છે ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાની તો યુક્રેનમાં એમબીબીએસના અભ્યાસ કરવા માટે મોરબીના રવાપર ગામે રહેતા દવે પરોઠા વાળા દિપકભાઇ દવેનો દીકરો કુલદીપભાઈ દીપકભાઈ દવે ગયેલ હતો જે ત્યાં યુક્રેનના ટાર્નોપીલમાં ફસાયો હતો અને તેને પરત લાવવા માટે પરિવારજનો દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી અને તે યુક્રેનના ટાર્નોપીલ નામના શહેરથી રોમાનિયાની બોર્ડર સુધી આવ્યો હતો બાદમાં ભારત સરકારે કરેલી વ્યવસ્થા થકી તે તેના ઘરે હેમખેમ પરત આવી ગયેલ છે ત્યારે મોરબીમાં રહેતા રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા, રવિભાઈ સનાવડા, રવાપર ગામના સરપંચ નિતિનભાઈ ભટાસણા સહિતના ભાજપના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને ભાજપના આગેવાનો તેમજ દવે પરિવાર દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું 






Latest News