મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટંકારા આર્યસમાજ ખાતે યોગ ટ્રેનર તાલીમ-માર્ગદર્શન શિબિર યોજાઈ


SHARE













ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટંકારા આર્યસમાજ ખાતે યોગ ટ્રેનર તાલીમ-માર્ગદર્શન શિબિર યોજાઈ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટંકારામાં આવેલ નવા આર્યસમાજ ખાતે યોગ ટ્રેનર તાલીમ માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. જેમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિયુક્ત મોરબી જિલ્લા યોગ કોડિનેટર વાલજીભાઈ ડાભી, આર્યસમાજના આચાર્ય રામદેવજી ઉપસ્થિત રહ્યા હતા. અને રામદેવજીએ યોગએ આપણા જીવનનું એક અમુલ્ય અંગ છે તે વિશે અને અષ્ટાંગ યોગ વિશે વિશેષ માર્ગદર્શન આપ્યું. તેમજ વાલજીભાઈ ડાભી દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં યોગ કોચ અને યોગ ટ્રેનર બનવા અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ રોગ અનુસાર યોગ અને પ્રેકટીકલ પણ કરવ્યું હતું ટંકારા તાલુકાના ખાતે કરવામાં આવે યોગ શિબિર માટે યોગ કોચ કંચનબેન સારેસા, ડિમ્પલબેન સારેસાએ જહેમત ઊઠાવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટંકારા તાલુકામાં યોગ ટ્રેનર બનવા ઈચ્છતા લોકોએ કંચનબેન એમ.સારેસા (મો.૯૫૫૮૯ ૨૬૧૮૦, ૯૬૮૭૪ ૪૨૭૩૫નો સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News