મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના ખીજડીયા નજીક બે બાઇક સામસામે અથડાયા મહિલા સહિત બેનાં મોત, બેને ગંભીર ઇજા


SHARE







ટંકારાના ખીજડીયા નજીક બે બાઇક સામસામે અથડાયા મહિલા સહિત બેનાં મોત, બેને ગંભીર ઇજા

ટંકારાના ખીજડીયા ગામ પાસે બે બાઇક સામસામે અથડાયા હતા જેથી કરીને જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહિલા અને એક પુરુષનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જો કે, મૃતક મહિલાના પતિ સહિત બે વ્યક્તિને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનાં ખીજડિયા ગામથી ઘૂનડા તરફ જતા રોડ ઉપર ગઇકાલે સાંજના સમયે બે બાઈક સામસામા અથડાયા હતા જેથી કરીને તે જુદાજુદા બે બાઈકમાં જઇ રહેલા મહિલા સહિતના કુલ ચાર વ્યક્તિઓમાંથી બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા આ બનાવની ૧૦૮ ની ટીમે ટંકારા તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને બનાવની તપાસ કરતાં મુકેશભાઇ ચાવડા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, દિનેશભાઇ રાધુભાઇ આજનાર (૩૦) રહે. મૂળ એમપી અને રીનાબેન જગનભાઇ ભૂરીયા જાતે આદિવાસી (૨૫)ને અકસ્માતના આ બનાવમાં વધુ ઇજા થવાથી બંનેને ઘટના સ્થળે જ મોત થયા હતા જો કે, રીનાબેનના પતિ જગનભાઇ ભવનભાઇ ભૂરીયા જાતે આદિવાસી આરએચ. પીઠડ તાલુકો જોડિયા અને કૃપાલસિંહ હારીતસિંહ ઝાલા (૩૦) રહે. લાઇન્સ નગર મોરબી વાળાને ઇજા થયેલ છે જેથી તે બંનેની સારવાર ચાલી રહી છે આ બનાવમાં ફરિયાદ લેવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે






Latest News