મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં મારા વિરુદ્ધ કેમ ચડવણી કરો છો.. તેમ કહીને મહિલા ઉપર ચાર લોકોનો હુમલો : ગુનો નોંધાયો


SHARE









મોરબીમાં મારા વિરુદ્ધ કેમ ચડવણી કરો છો.. તેમ કહીને મહિલા ઉપર ચાર લોકોનો હુમલો : ગુનો નોંધાયો

મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસે આવેલા કાંતિનગર વિસ્તારમાં મસ્જિદ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ત્યાં રહેતી બે મહિલાઓને ચાર લોકોએ માર માર્યો હોય મામલો પોલીસ મથકે પહોંચતા ફરિયાદ નોંધાવા પામી છે પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના સામાકાંઠે માળીયા ફાટક પાસે આવેલ કાંતિનગરમાં ઝુબેદા મસ્જિદની પાસે રહેતા શકીનાબેન હનીફભાઈ ઇશાભાઈ બરેર જાતે માજોઠી (ઉમર ૩૦) તથા શેરૂબેન ઇબ્રાહીમભાઇ નામની ૩૦ વર્ષીય મહિલા એમ બે મહિલાઓને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને બંને મહિલાઓને સારવારમાં ખસેડવામાં આવી હતી ત્યારબાદ ભોગ બનેલ પૈકીના શકીનાબેન હનીફભાઈ માજોઠીએ તેમના વિસ્તારના જ રહેવાસી મુમતાજબેન સીદીકભાઈ, મહેરૂનબેન હનીફભાઇ, અફઝલ ઈદ્રીશભાઈ અને સોહિલ હનીફભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે 'તમે મહેરૂનબેનને મારા વિશે કેમ ચડામણી કરો છો..?' તેમ કહીને મુમતાજબેનને ઝઘડો શરૂ કર્યો હતો અને બાદમાં મુમતાઝબેન અને મહેરૂનબેને બેફામ ગાળો આપી હતી ત્યારબાદ ઉપરોક્ત ચારેય લોકોએ તેઓને તથા સાહેદ શેરૂબેનને ઢીકાપાટુંનો માર માર્યો હતો. જ્યારે અફઝલે તેઓને લાકડી વડે માથા અને હાથના ભાગે માર માર્યો હતો હાલ ફરિયાદ નોંધાતા બી ડિવિઝન પોલીસ મથકના જે.એમ.જાડેજાએ બનાવની આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના પંચાસર રોડ ઉપર રહેતો સમીરહુશેન આશીક વડાવરીયા નામનો ૨૦ વર્ષીય યુવાનને બગથળા અને આમરણ ગામની વચ્ચે બાઈક લઈને જતો હતો તે સમયે તેનું બાઈક રીક્ષાની સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતના બનાવમાં સમીરહુસેન વડાવરીયાને ઇજાઓ થતાં તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર થયેલ મારામારીના બનાવમાં ત્યાં એમસીઓ સીરામીક પાસે રહેતા અંબારામભાઈ શિવલાલભાઈ નામના ૪૫ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં સિવિલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.

તેમજ મૂળ બિહારના મુજજફરપુરના બીસનપુરના રહેવાસી અને હાલ મોરબીના પીપળી રોડ ઉપર રહેતા મોહમ્મદ ઇર્ષાદ શેખ જાતે મુસ્લિમ નામના ૩૧ વર્ષીય યુવાનને મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડ મહારાણા પ્રતાપ સર્કલ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને અહીંની સદભાવના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.




Latest News