મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી જેલમાંથી જામીન લઈને ફરાર થયેલા આરોપીને ઝડપી લીધો


SHARE









મોરબી જેલમાંથી જામીન લઈને ફરાર થયેલા આરોપીને ઝડપી લીધો

મોરબીની સબ જેલમાંથી વચગાળાના જામીન ઉપર છૂટયા પછી ફરાર થયેલ પાકા કામના કેદીને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી હતી અને હાલમાં મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આરોપીને પકડીને જેલ હવાલે કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે મોરબી સબ જેલના પાકા કામના કેદી જીતેન્દ્રભાઇ ધનજીભાઇ મથર જાતે બ્રાહ્મણ રહે. શ્રીજી પેલેસ, બ્લોક નં. ૩૦૨ ઋષભનગર મોરબી -૨ વાળાને તા.૨૭/૦૧ થી તા .૨૮/૦૩ સુધીના વચગાળાના જામીન પરથી જેલમાંથી મુકત કરવામા આવેલ હતો જે કેદીને તા.૨૯/૩ ના રોજ મોરબી સબ જેલ ખાતે હાજર થવાનુ હતું જો કે, તે આરોપી વચગાળાના જામીન પરથી પરત હાજર થયેલ ન હતો અને ફરાર થયો હતો તે પાકા કામના કેદીને મોરબી ઋષભનગર ખાતેથી પકડીને મોરબી સબ જેલ ખાતે મોકલી આપેલ છે




Latest News